Good news for Indians: અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, વિઝા અપોઇન્ટમેન્ટની કરી જાહેરાત; વાંચો વિગત
Good news for Indians: ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ જાહેર કરી
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ Good news for Indians: અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે. જેનો લાભ ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને વિદ્યાર્થીઓ લઈ શકશે.
અમેરિકન એમ્બેસીના જણાવ્યાનુસાર આ જાહેરાતથી અમેરિકા જવા માગતા હજારો ભારતીય અરજદારોને સમયસર ઈન્ટરવ્યૂ, મુસાફરીની સુવિધાઓ મળી શકશે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકશે.
The U.S. Mission to India has opened an additional 250,000 visa appointments for Indian travelers, including tourists, skilled workers, and students. pic.twitter.com/DnPYNNkONN
— U.S. Embassy India (@USAndIndia) September 30, 2024
અમેરિકાની એેમ્બેસીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે અમારી પાસે 10 લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. અમારો ધ્યેય પરિવારોને એકજૂટ કરવાનો, વેપારને વધારવાનો અને ટુરિઝમ વધારવાનો છે.
આ પણ વાંચો:- Mithun chakraborty: મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો