Table tennis tournament: પશ્ચિમ રેલવે ઇન્ટર ડિવિઝન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સફળ આયોજન
Table tennis tournament: રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પશ્ચિમ રેલવે ઇન્ટર ડિવિઝન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સફળ આયોજન
રાજકોટ, 03 માર્ચ: Table tennis tournament: રાજકોટ ડિવિઝન ના સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પશ્ચિમ રેલવે ઇન્ટર ડિવિઝનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2022-23નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વધુ વિગતો આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના એ જણાવ્યું હતું કે તાજેતરમાં જગજીવન રામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, રાજકોટ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં પશ્ચિમ રેલવેના રાજકોટ, રતલામ, વડોદરા અને અમદાવાદ ડિવિઝનની કુલ 4 ટીમોના 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટમાં લીગ પદ્ધતિથી તમામ ટીમો વચ્ચે કુલ 6 મેચ રમાઈ હતી જેમાં રતલામ મંડળની ટીમ ચેમ્પિયન બની હતી. રાજકોટ ડિવિઝનની ટીમ રનર્સ અપ બની હતી. વડોદરાની ટીમે ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
રતલામ ડિવિઝન ની ટીમ માં થી અનુક્રમ જૈન કે જેઓ જાણીતા આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, પ્રશાંત આહેર રાષ્ટ્રીય ખેલાડી અને અન્ય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજકોટની ટીમમાં હિરેન મહેતા, અંકિત મહેતા, હર્ષ સહગલ, ઝાકીર જામ અને હિતેશ ભટ્ટે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ચીફ રેફરી-મનીષ મહેતા, અમ્પાયરો-ઓમ યાજ્ઞિક અને ધ્રુવીન યાજ્ઞિક, ડેપ્યુટી રેફરી ચંદ્રેશ રાઠોડે પણ તેમની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી હતી. વિજેતા અને રનર અપ ટીમના ખેલાડીઓને રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈનના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જૈને તમામ ખેલાડીઓને ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ અને ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ રાજકોટ ડિવિઝન ના સ્પોર્ટ્સ એસોસિએશન ના સેક્રેટરી કેપ્ટન આર.સી.મીણા તથા સ્પોર્ટ્સ એસોસિએશન રાજકોટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો