ambaji aavedan for prasad

Ambaji prasad: અંબાજી ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં વિરોધ નો સુર

Ambaji prasad: અંબાજી માં અંબે ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં ભારોભાર વિરોધ નો સુર, આવેદન પત્ર આપ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 માર્ચ:
Ambaji prasad: યાત્રાધામ અંબાજી માં માં અંબે ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં ભારોભાર વિરોધ નો સુર ઉઠી રહ્યો છે મોહનથાળ નો એકમાત્ર એવો મહા પ્રસાદ છે જે અંબાજી મંદિર ના દર્શન ની એક આગવી ઓળખ બની ચૂક્યું છે ને માં અંબા નો મોહનથાળ ગુજરાત નહીં પણ દેશભર માં વખણાય છે ને જો માતાજી ના દર્શન કર્યા બાદ મોહનથાળ નો પ્રસાદ ગ્રહણ ન કરે તો યાત્રા પણ અધૂરી ગણાય તેવી માન્યતા લોકો માં પ્રવર્તે છે જ્યાં વર્ષે લાખો કિલો નો મોહનથાળ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વેચાણ કરવામાં આવે છે.

આ મોહનથાળ નો પ્રસાદ બાળક થી લઈ વૃદ્ઘા સુધી ના લોકો સહજ પણે આરોગી સકતા હતા ત્યાં ચીકી નો પ્રસાદ બાળકો અને વૃધો માટે હાર્ડ પડે તો નવાઈ નહિ અંબાજી મોહનથાળ પ્રસાદ ના પેકેટ પેકીંગ માટે 300 ઉપરાંત ની મહિલાઓ રોજિંદી અવાક રળી પોતાનું ઘર ગુજરાન ચલાવતી હતી જ્યાં હવે મોહનથાળ ના પેકીંગ બંધ કરતા આ મહિલાઓ ઉપર પર શંકટ ના વાદળો છવાયા છે જેને લઈ અસરગ્રસ્ત મહિલાઓ તેમજ અંબાજી ના અગ્રણી લોકો દ્વારા અંબાજી મંદિર માં ચીકી નો સાથે મોહનથાળ નો પ્રસાદ ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે વહીવટીતંત્ર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું છે.

ambaji prasad mohanthal

મોહનથાળ ના બૉક્સપેકિંગ કરતી મહિલાઓ જેમાં મહત્તમ નિરાધાર ને વિધવા મહિલાઓ નો સમાવેશ થાય છે જ્યાં બીજી તરફ મોહનથાળ ના પ્રસાદ ને લઈ લોકો ની આસ્થા ખંડિત ન થાય તે માટે મંદિર માં મોહનથાળ નો પ્રસાદ ચાલુ રાખવા ઉગ્ર માંગ કરાઈ રહી છે.

આ પણ વાંચો:-Speech of Swami Viditatmananda Saraswatiji: જીવસૃષ્ટિના બોજથી મુક્ત જ્ઞાની પુરુષો સદૈવ આનંદમાં હોય છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો