Team india holi dance: ભારતીય ક્રિકેટરો બસમાં કરી હોળી, આ ખેલાડી મન મૂકીને ઝૂમ્યો, જુઓ વિડીયો..
ખેલ ડેસ્ક, 08 માર્ચ: Team india holi dance: આખો દેશ હોળીના રંગમાં રંગાઈ ગયો છે. ત્યારે ભારતીય ક્રિકેટર્સે પણ અમદાવાદમાં હોળીની ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમે બસમાં હોળી રમી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્મા એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં ભારતીય ટીમના ઘણા સ્ટાર ક્રિકેટર્સ હોળીના રંગમાં રંગાયા છે. જણાવી દઈએ કે આ વીડિયો ટીમ ઈન્ડિયાની બસનો છે. હોળી સેલિબ્રેશન સાથે બસમાં કોહલી પોતાને ડાન્સ કરતા રોકી શક્યો નહોતો વિરાટ કોહલી ‘બેબી કમ ડાઉન, કમ ડાઉન’ ગીત ગાઈને તેની પાછળ ડાન્સ કરી રહ્યો છે.
View this post on InstagramAdvertisement
ગિલ દ્વારા બનાવેલા વીડિયોમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સિલસિલા’નું ગીત ‘રંગ બરસે ભીગે ચુનરવાલી’ સંભળાય છે. ભારતીય ટીમના ઓપનિંગ ખેલાડી શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં 9 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.