Ambaji Mohanthal Prasad controversy: સર્વસમાજના દાતાઓના સહકારથી આજથી અંબાજીમાં નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદ વિતરણ શરૂ
Ambaji Mohanthal Prasad controversy: આ એવા જ પ્રકારની ચોટ છે કે જે મહમદ ગજનીએ સોમનાથ મંદિર પર હુમલો કરીને આસ્થાને ચોટ પહોંચાડી હતી: હેમાંગ રાવલ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 08 માર્ચ: Ambaji Mohanthal Prasad controversy: સોમનાથ મંદિર પર મહંમદ ગજનીનો આક્રમણ દરમિયાન જેટલી ચોટ ભક્તોને આસ્થા પર પહોંચી હતી એટલુંજ દુઃખ અંબાજી મંદિરમાં સત્તાધીશો દ્વારા મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો તે ઘટનાથી બ્રહ્મસમાજ અને ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિકો તથા સર્વસમાજના દાતાઓના સહકારથી આજથી અંબાજીમાં નિઃશુલ્ક ચોખ્ખા ઘીના પ્રસાદ વિતરણ શરૂ
સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે લોકભાગીદારીથી નિઃશુલ્ક વહેંચતા મોહનથાળ પ્રસાદને ભક્તજનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલ અખબારી યાદીમાં જણાવે છે કે અંબાજી મંદિરની અંદર મોહનથાળ પ્રસાદ બંધ કરીને કરોડો ભક્તજનોની આસ્થા પર જે પ્રમાણે સત્તાધીશો એ ચોટ પહોંચાડી છે આ એવા જ પ્રકારની ચોટ છે કે જે મહમદ ગજનીએ સોમનાથ મંદિર પર હુમલો કરીને આસ્થાને ચોટ પહોંચાડી હતી.
સરકાર સામે અનેક રજૂઆતો કર્યા પછી પણ ચીકી માફિયાઓના દબાણથી મંદિરમાં પારંપરિક મોહનથાળનું વેચાણ જે બંધ કરવામાં આવ્યું હતું તે હજી પણ ચાલુ કરવામાં નથી આવ્યું. બ્રહ્મ સમાજ દ્વારા સરકાર અને સિસ્ટમને તમાચો મારતી એક અનોખી પહેલ કરવામાં આવી છે.

આજરોજ ધુળેટીના પવિત્ર દિવસથી સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો અને અંબાજીના સ્થાનિકો દ્વારા સર્વ સમાજના દાતાઓના સહયોગથી સરકાર સામે સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે સમાંતર નિશુલ્ક મોહનથાળ ચોખ્ખા ઘીના મોહનથાળ પ્રસાદની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આ મોહનથાળ પ્રસાદ શુદ્ધ ઘીમાં અને પવિત્ર વાતાવરણમાં બનાવીને આરાસુરી મા અંબેને સેંકડો ભક્તજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે ધરાવીને ભક્તજનોને નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતો.
ઉપરોક્ત નિશુલ્ક વિતરણ કાર્યક્રમમાં પ્રણેતા રાજુ જોશી બ્રહ્મસમાજ આગેવાન ડામરાજી રાજગોર, દિનેશ મહેતા, દુષ્યંત આચાર્ય, તુલસી જોશી , જીતુ મહેતા સર્વ સમાજના આગેવાન સુનિલ બ્રહ્મભટ્ટ, રાજન અગ્રવાલ, ગૌતમ જૈન અને અંબાજીના સ્થાનિકો મોટી સંખ્યામાં આ નિશુલ્ક વિતરણ મોહનથાળ પ્રસાદના કાર્યક્રમમાં જોડાયા હતા અને ધર્મ લાભ લીધો હતો
આ પણ વાંચો:–Team india holi dance: ભારતીય ક્રિકેટરો બસમાં કરી હોળી, આ ખેલાડી મન મૂકીને ઝૂમ્યો, જુઓ વિડીયો..
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો