લોકડાઉનમાં બંધ પડેલા મારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું આત્મનિર્ભર યોજનાએ:દેવાંશી ગોહેલ

કોરોના કાળમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાએનાના વ્યવસાયકારોને બનાવ્યા આત્મનિર્ભર અહેવાલ: શુભમ અંબાણી રાજકોટ,૨૪ ઓગસ્ટ:માણસ માટે જયારે આગળ વધવાનો એક દરવાજો બંધ થાય છે ત્યારે કુદરત અનેક દરવાજા ખોલી આપે છે. આવું જ કંઈક કોરોના મહામારીના સમયમાં ગુજરાતના નાના વ્યવસાયકારો, ધંધાદારીઓ સાથે બન્યું છે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉનને કારણે બંધ પડેલા નાના વેપાર ધંધા માટે રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજના સાચા અર્થમાં ટેકા રૂપ સાબિત થઈ છે. આજે વાત કરવી છે રાજકોટના સોનીબજારમાં છેલ્લા ૧ વર્ષથી સંયુક્ત ભાગીદારીમાં બ્યુટી પાર્લર ચલાવતા યુવા બ્યુટીશિયન્સ દેવાંશીબેન અને ભારતીબેન ગોહેલની…. દેવાંશીબેન તેમની વાત કરતા જણાવે છે કે,” બ્યુટીપાર્લર શરૂ કર્યા બાદ અમે બન્ને મહેનત અને મક્કમતાથી કાર્ય કરી રહ્યા હતા. ત્યાં કોરોના મહામારીને પગલે લોકડાઉન આવતા અમારો વ્યવસાય બંધ થયો. અમારા માટે અમારો આ નાનકડો વ્યવસાય ચાલુ રહે તે જરૂરી હતું તેવા એ સમયમાં રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી, આ યોજનાનો લાભ લેવા માટે અમે રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી, ત્યાં લોન વિશે આવશ્યક માહિતી મેળવી, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, અરજી કરતા તુરંત અમને રૂા. ૧ લાખની લોન મળી ગઈ. કોરોનાને કારણે લોકડાઉનમાં ૨ મહિના સુધી બ્યુટીપાર્લર બંધ રહ્યું હતું, જેના કારણે અમારો રોજગાર સાવ બંધ થઈ ગયો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ ખૂબ જ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ રાજ્યસરકાર દ્વારા અમલી બનાવાયેલ આ આત્મનિર્ભર યોજનાએ અમારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું છે.” ભારતીબેન મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે,“આત્મનિર્ભર યોજનામાં અમને માત્ર ૨ ટકાના નજીવા દરે લોન મળી, એટલું જ નહીં પણ ૬ મહિના સુધી અમારે કોઈપણ પ્રકારનો હપ્તો ન ભરવાનો હોઈ, એ અમારા જેવા નાના વ્યવસાયકારો માટે ખૂબ મોટી વાત છે. આ લોનથી અમે અમારા બ્યુટીપાર્લર માટેના આવશ્યક સાધનોની ખરીદી કરી છે. કોરોના મહામારી અન્વયે રાજ્ય સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને અમારા બ્યુટીપાર્લરમાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોની સાવચેતી માટે સંપૂર્ણ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ અમે કાર્ય કરીએ છીએ. તદુપરાંત પાર્લરમાં આવતા પ્રત્યેક ગ્રાહકના હાથને સેનેટાઇઝ કરવામાં આવે છે અને દરેક ગ્રાહકોને માટે અમે માસ્ક તથા વન ટાઈમ યુઝેબલ ઍપ્રનનો ઉપયોગ કરીએ છીએ. જેથી તેનો એક વખત ઉપયોગ કર્યા બાદ અન્ય માટે તેનો ઉપયોગ ન થઈ શકે, અનલોક બાદ આ બધું ખરીદવું થોડું મુશ્કેલ હતું પણ લોન મળતાં એ ચિંતા પણ હળવી થઈ ગઈ અમને આ લોન રૂપી પ્રેરકબળ પૂરું પાડવા માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ” ગુજરાતની સંવેદનશીલ સરકારે આત્મનિર્ભર યોજના દ્વારા દેવાંશીબેન અને ભારતીબેન જેવા અનેક નાના વ્યવસાયકારોને આર્થિક ટેકો પૂરો પાડયો છે, એટલું જ નહીં પણ તેમનામાં આત્મવિશ્વાસને પણ પુન:સ્થાપિત કરીને સાચા અર્થમાં સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે .

રાજકોટ જિલ્લામાં અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ દરમ્યાન વિના-મૂલ્યે અનાજ વિતરણ કરાશે

રાજકોટ, રાજ્યભરમાં કોવિડ-૧૯ ની મહામારીના કપરા સમયમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર માસથી અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજના … Read More

કોરોનાના કહેર વચ્ચે શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષક

કોરોનાના કહેર વચ્ચે  આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી વિદ્યાર્થીઓમાં શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા રિપોર્ટ:પ્રિયંકા પરમાર રાજકોટ,૨૦ ઓગસ્ટ:વ્યક્તિના મુલ્યનિષ્ઠ જીવન નિર્માણના પાયામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે નાનું … Read More

બોલો, આજે કયા પ્રકારનો વરસાદ આવ્યો ?!!

૧૨ પ્રકારના વરસાદની ભીની ભીની વાતો કદીય ન સાંભળ્યા હોય એવા વરસાદના નામો-પછેડી વા, મોલ મે, પાણ મુક, ઢેફા ભાંગ સોનલ જોષીપુરા, રાજકોટ વરસાદથી ઘર બગડયાનો છણકો કરતી શહેરી મહિલાને વરસાદના મહત્વની શું ખબર … Read More

હવે ગોબર અને પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

સખી મંડળની બહેનોને રોજગારીનો મળ્યો નવો વિકલ્પ રાજકોટ,૧૯ ઓગસ્ટ: ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ … Read More

સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું

જામકંડોરણા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું રિપોર્ટ:રાધિકા,રાજકોટ રાજકોટ,૧૭ ઓગસ્ટ: રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દરેક જીલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા … Read More

ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવવા લોકભાગીદારી અનિવાર્ય:જયેશભાઇ રાદડિયા

રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન રાજકોટ જિલ્લાના ૨૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રાજકોટ, ૧૫ ઓગસ્ટ :- તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર … Read More

કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ: પરિમલ પંડયા

રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની શહેરકક્ષાની શાનદાર ઉજવણી સંપન્ન કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ”અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા રાજકોટ, તા.૧૫ ઓગષ્ટ – આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર … Read More

રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે:ડો. ગૌરવીબેન

કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી “કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે ડો. ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ,રાજકોટ   રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ  આપણા વેદશાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજીતરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે. રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ?  પ્લાઝમા … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતાકલેકટરશ્રી રૈમ્યા મોહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથીગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક … Read More