જિયોએ જિયો પોસ્ટપેઇડ પ્લસની જાહેરાત કરી

પોસ્ટપેઇડ ધન ધના ધન, જિયો ધન ધના ધન કોઈ પણ વધારાના ખર્ચ વિના નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની + હોટસ્ટાર  ફેમિલી પ્લાન અને ડેટા રોલઓવર ભારતમાં પહેલીવાર ઇન-ફ્લાઇટ સર્વિસીસ અમેરિકા અને યુએઈમાં ફ્રી ઇન્ટરનેશનલ … Read More

રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક રૂ.7500 કરોડનું મૂડીરોકાણ કરશે

4.21 લાખ કરોડનું ઇક્વિટી મૂલ્ય ધરાવતા RRVLમાં 1.75 ટકાનો હિસ્સો મેળવશે ભારત માટે વ્યાપક અને પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલમાં વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી રોકાણકારે પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો મુંબઈ, 9 … Read More

જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયોએ ગુજરાતમાં રૂ.920 કરોડની આવક નોંધાવી

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ જિયોના લોન્ચની સાથે જ વિતેલા ચાર વર્ષો દરમિયાન ગુજરાત સહિત સમગ્ર ભારતના દરેક નાગરિકની જિંદગી અને જિંદગી જીવવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકો હવે તોતિંગ મોબાઇલ … Read More

લોકડાઉનના બીજા મહિનામાં ગુજરાતમાં જિયો, BSNLના ગ્રાહકો વધ્યા

જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા અમદાવાદ,૨૭ઓગસ્ટ:કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર જિયો અને BSNLએ ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો, જેમાં જિયોના 1.27 લાખ અને BSNLના 1547 ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. પોસાય તેવો હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની સ્થિતિએ તેના કુલ ગ્રાહકોની સંખ્યા એપ્રિલ 2020માં 61.04 લાખ હતી તે મે 2020માં 61.05 થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ઘટીને મે મહિનામાં 116.36 કરોડ થઈ હતી, પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સે પાછલા મહિનાની સરખામણીએ મે મહિનામાં ઓછો ઘટાડો નોંધાવ્યો હતો જે 57.6 લાખ ગ્રાહકોનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સનો ઘટાડો 85.3 લાખનો હતો જ્યારે આખો દેશ સંપૂર્ણ લોકડાઉનમાં હતો અને કુલ ગ્રાહકોની સંખ્યા 116.94 કરોડ હતી. ગ્રાહકોમાં સૌથી મોટો ઘટાડો મોબાઇલ ટેલિફોની સેગમેન્ટમાં નોંધાયો હતો જેમાં મે મહિનામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ સૌથી વધુ 47 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા હતા. એરટેલ અને વોડાફોન આઇડિયાના કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 31.7 કરોડ અને 30.9 કરોડ છે. આ સમયગાળા દરમિયાન જિયોએ તેના ગ્રાહકોમાં 36 લાખનો વધારો નોંધાવતાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા દેશમાં સૌથી વધુ 39.2 કરોડે પહોંચી છે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ બે લાખ નવા મોબાઇલ વપરાશકર્તાઓ ઉમેરતાં તેના ગ્રાહકોની સંખ્યા 11.9 કરોડે પહોંચી છે.

જિયો સેટટોપ બોક્સ ઉપર હવે જિયો ન્યૂઝ ઉપલબ્ધ

મુંબઈ, 24 ઓગસ્ટ:જિયોફાઇબર યુઝરને તેમના બુકેમાં વધુ એક સરપ્રાઈઝ મળી રહી છે. લોકપ્રિય ન્યૂઝ એપ જિયોન્યૂઝ હવે જિયોફાઇબર યૂઝર્સને તેમના સેટટોપ બોક્સ ઉપર મળશે. બ્રેકિંગ ન્યૂઝ, વીડિયોઝ, મેગેઝીન્સ, ન્યૂઝપેપર, ફોટો ગેલરી અને તેના જેવી અન્ય … Read More

રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા W-DDP અને USAID સાથે નવી ભાગીદારીની જાહેરાત કરે છે

મુંબઈ, 12 ઓગસ્ટ, 2020: ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના વુમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) ફંડ હેઠળ સાથે મળીને કામ કરશે. ગઇકાલે W-GDPના … Read More

2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરીઃ અંબાણી

 ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી “દેશ કી ડિજિટલ ઉડાન”માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક … Read More

જિયોમાર્ટ એપ ગૂગલ પ્લેસ્ટોર અને iOS પર ઉપલબ્ધ

લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં 10 લાખથી વધુ ડાઉનલોડ અમદાવાદ, 24 જુલાઈ રિલાયન્સ રિટેલના બીટા ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રોસરી પ્લેટફોર્મ જિયોમાર્ટની એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. એપ લોન્ચ થયાના ગણતરીના … Read More

જિયોનું મોડેલ અપનાવવા વિશ્વની ટેલિકોમ કંપનીઓને અમેરિકી સાયબર નિષ્ણાતની સલાહ

ન્યૂ યોર્ક, 23 જુલાઈ ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુવાવે (Huawei) અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી જોખમી ચાઇનીઝ સંસાધનોના જોખમો સામે રિલાયન્સ જિયો દ્વારા ઘરઆંગણે વિકસિત કરવામાં આવેલા 5G સોલ્યૂશન્સ અપનાવવા માટે અમેરિકાએ સમગ્ર વિશ્વની ટેલિકોમ કંપનીઓને વિનંતી કરી … Read More