જિયો સેટટોપ બોક્સ ઉપર હવે જિયો ન્યૂઝ ઉપલબ્ધ

JioNews

મુંબઈ, 24 ઓગસ્ટ:જિયોફાઇબર યુઝરને તેમના બુકેમાં વધુ એક સરપ્રાઈઝ મળી રહી છે. લોકપ્રિય ન્યૂઝ એપ જિયોન્યૂઝ હવે જિયોફાઇબર યૂઝર્સને તેમના સેટટોપ બોક્સ ઉપર મળશે. બ્રેકિંગ ન્યૂઝ, વીડિયોઝ, મેગેઝીન્સ, ન્યૂઝપેપર, ફોટો ગેલરી અને તેના જેવી અન્ય સામગ્રીઓ માણવા માટે જિયોન્યૂઝ એપ વન સ્ટોપ સોલ્યુશન છે.

ગુજરાતમાંઅમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બારડોલી, વલસાડ, ભરૂચ, આણંદ, ગાંધીનગર, જામનગર, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, ભાવનગર અને દ્વારકા સહિતનાં 15 શહેરોમાં ઉપલબ્ધ જિયોફાઇબરના યુઝર્સ જિયોન્યૂઝ મેળવી શકે છે. રાજ્યના અન્ય શહેરોમાં જિયોફાઇબર સેવા ટૂંક સમયમાં શરૂ થનાર છે.

જિયોન્યૂઝ ટોચના સમાચાર સ્ત્રોતમાંથી બ્રેકિંગ ન્યૂઝ આપે છે. એ ઉપરાંત તેમાં ૩૫૦થી વધુ પેપર ૮૦૦થી વધુ મેગેઝીન્સ, લાખો ટ્રેડિંગ વીડિયો અને ફોટો પણ જોવા મળે છે. ઉપયોગકર્તા ૧૨થી વધુ ભાષામાંથી પોતાની ભાષા અને મનગમતો ન્યૂઝ સ્ત્રોત પસંદ કરી પોતાની અનુકૂળતા મુજબનો અનુભવ મેળવી શકે છે.

જિયોન્યૂઝને જિયોસેટટોપ બોક્સ સાથે ઈન્ટિગ્રેટેડ કરી દેવામાં આવતા જિયોફાઇબરના ઉપયોગકર્તા હવે ઓનલાઇન ન્યૂઝ રિસોર્સમાંથી પોતાને ગમતા અખબારો, મેગેઝીન્સ, વિડિયોઝ, ફોટોઝ અને ટ્રેન્ડિગ ન્યૂઝની પસંદગી કરી શકે છે. જિયોન્યૂઝ એપનો ઉમેરો થવાથી જિયોફાઇબર યુઝર્સ મનોરંજન, સ્વાસ્થ્ય, સંગીત, રમતગમત, શિક્ષણ, સમાચારો અને જિયોસિનેમા, જિયોસાવન, જિયોટીવી સહિતના વિષયોને આવરી લેતા OTT એપ્સનો પણ લાભ મેળવી શકે છે.

વાંચનનો અનુભવ સરળ અને આકર્ષક બનાવવા માટે જિયોન્યૂઝ યુઝર્સને ઝૂમ ઇન/આઉટ તથા ફૂલપેજ વ્યૂ અને ફૂલ સ્ક્રીન વ્યૂમાં ફેરબદલ કરવાની પણ સુવિધા આપે છે. યુઝર “યોર પેપર” સેક્શનમાં પોતાને ગમતા અખબારો-સામયિકો એડ કરી શકે છે. બુકમાર્ક કરીને યુઝર પોતાને ગમતા સામાયિક અધૂરા વાંચીને પણ મૂકી શકે છે જેનાથી ફરી વાંચવા આવે ત્યારે જ્યાંથી વાંચન મૂક્યું હતું ત્યાંથી ફરી શરૂ કરી શકાય છે. પોતાને ગમતા વિષય કે પ્રકાશન સીધા સર્ચ પણ થઈ શકે છે. એ ઉપરાંત સરળતા માટે વોઇસ સર્ચનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

Banner Still Guj