idli

Idli will be made in minutes know the recipe: ઈડલી ખાવી હશે તો સવારે દાળ પલાળવાની જરૂર નથી, આ રીતે મિનિટોમાં બનશે, જાણો રેસીપી

Idli will be made in minutes know the recipe: પૌઆ, એક કપ દહીં , દોઢ કપ ચોખાનો લોટ અથવા ચોખાનો રવો, મીઠું, ઈનો

હેલ્થ ડેસ્ક, 04 માર્ચ: Idli will be made in minutes know the recipe: જો તમને ઈડલી ભાવે છે અને કોઈ દિવસ અચાનક ઈડલી ખાવાનું મન થાય છે, તો તેને બનાવવામાં ઘણો સમય લાગશે એવું વિચારીને તમે ઘરે જ ઈડલી નથી બનાવતા એ વાત ભૂલી જાઓ. પૌઆ ઈ઼ડલી મિનિટોમાં બનીને તૈયાર થાય છે. 

જો તમે દાળ ઈડલી ખાવા માંગો છો તો એ ઈડલી બનતા વાર લાગશે. સૌપ્રથમ દાળને પલાળીને ખીરું તૈયાર કરવાનું રહેશે. ઈડલી બનતા વાર નથી લાગતી પરંતુ સવારના નાસ્તામાં જે ઈડલી ખાવા માંગતો હતો, તમારે ખીરું પહેલા તૈયાર કરવું જરુરી છે. તેને તૈયાર કરવામાં સવારે કરશો તો સાંજ લાગશે.  

ઈડલી બનાવવાની એક એવી રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે કોઈપણ પૂર્વ તૈયારી વિના ગમે ત્યારે બનાવી શકો છો. ન તો કઠોળ પલાળવાની ઝંઝટ કે કલાકો સુધી રાહ જોવાની. તો ચાલો આજે મિનિટોમાં આ સરળ રેસિપી સાથે નાસ્તામાં  ઈડલી બનાવીએ.

 પૌઆ, એક કપ હીં, દોઢ કપ ચોખાનો લોટ અથવા ચોખાનો રવો, મીઠું, ઈનો, ઈડલી મેકર


પૌઆ ઈડલી બનાવવાની આસાન રીત

સ્ટેપ 1- સૌપ્રથમ પૌઆને પાવડરની જેમ પીસી લો. હવે આ પોહા પાવડરમાં એક કપ દહીં ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ 2- જેમાં  ચોખાના રવાને સારી રીતે મિક્સ કરો જેથી ગઠ્ઠો ના રહે. ચોખાનો રવો બનાવવા માટે ચોખાને પલાળી દો અને મિક્સરમાં પીસી લો. ચોખાનો રવો તૈયાર કરો.

સ્ટેપ 3-  મીઠું અને પાણી નાખીને 30 મિનિટ માટે  રાખો જેથી રવાનું પાણી સુકાઈ જાય.
સ્ટેપ 4- હવે  થોડું વધુ પાણી ઉમેરો. રાંધતા પહેલા ઈડલીના ખીરામાં ઈનો ઉમેરો.

સ્ટેપ 5- ઈડલી મેકરમાં ખીરું રેડો અને તેને સારી રીતે સ્ટીમ કરો.

ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરો.

આ પણ વાંચો:-Scientist who developed Covid vaccine murder: વિશ્વની પ્રથમ કોવિડ રસી બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા કેમ કરી? હત્યારાએ ખોલ્યા રાઝ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો