Scientist who developed Covid vaccine murder

Scientist who developed Covid vaccine murder: વિશ્વની પ્રથમ કોવિડ રસી બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા કેમ કરી? હત્યારાએ ખોલ્યા રાઝ

Scientist who developed Covid vaccine murder: રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક V’ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી. આન્દ્રેની શનિવારે તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી

અમદાવાદ, 06 માર્ચ: Scientist who developed Covid vaccine murder: રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક V’ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી. આન્દ્રેની શનિવારે તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી. પોલીસે શનિવારે જ આરોપીની ધરપકડ કરી લીધી. હવે આરોપીએ પોલીસની સામે હત્યાના ઘણા રહસ્યો ખોલ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય એક વૈજ્ઞાનિક આરોપી સાથેની દલીલ દરમિયાન બોટિકોવનું ગળું દબાવીને ભાગી ગયો હતો.

આ મામલાની તપાસ કરી રહેલી રશિયન ફેડરેશનની તપાસ સમિતિએ જણાવ્યું છે કે આરોપી પહેલાથી જ ઘણા ગંભીર ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યો હતો. રશિયન સમાચાર એજન્સી અનુસાર, આરોપીએ મોસ્કોની ખોરોશેવો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. કોર્ટે આરોપીને 2 મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે.

વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા 47 વર્ષીય એન્ડ્રે બોટિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ રસી પરના તેમના કાર્ય માટે 2021 માં બોટિકોવને ‘ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ’ એવોર્ડ એનાયત કર્યો હતો.

‘સ્પુટનિક વી’ રસી તૈયાર કરી હતી

બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020માં ‘સ્પુટનિક વી’ રસી વિકસાવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું કે હત્યાના કેસ તરીકે તેની તપાસ કરવામાં આવશે. 29 વર્ષીય આરોપીએ દલીલ દરમિયાન બોટિકોવનું બેલ્ટ વડે ગળું દબાવી દીધું હતું અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, હત્યાના થોડા સમય બાદ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં એ જ આરોપી નીકળ્યો હતો.

આ પણ વાંચો:Holika-2023: ગાંધીનગરના આ ગામમાં 35 ફૂટ ઊંચી હોલિકા, 15થી 20 દિવસ સુધી લાકડા એકત્ર કરાય છે, 700 વર્ષ જૂની છે પરંપરા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો