Children killed in shooting at school

Children killed in shooting at school: રશિયાની એક શાળામાં થયુ ફાયરિંગ,7 વિદ્યાર્થી સહિત 13 લોકોનાં કરુણ મોત

Children killed in shooting at school: બે શાળાના શિક્ષક અને બે સિક્યોરિટી ગાર્ડ પણ માર્યા ગયા

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બરઃ Children killed in shooting at school: રશિયામાં ઇઝેવસ્ક શહેરની એક શાળામાં સોમવારે એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સાત વિદ્યાર્થી હતા. આ તમામની ઉંમર 11 વર્ષથી ઓછી બતાવવામાં આવી રહી છે. એ સિવાય બે શાળાના શિક્ષક અને બે સિક્યોરિટી ગાર્ડ પણ માર્યા ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝેવસ્ક શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 960 કિલોમીટર દૂર છે અને ઉદમુર્તિયા વિસ્તારનો ભાગ છે. આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વધુ ઓળખાય છે. આ શહેરની વસતિ 6 લાખ 40 હજાર છે.

આ પણ વાંચોઃ Forcing minors into prostitution: સગીરા સાથે દુષ્કર્મ કરવા અને તેને દેહવિક્રયમાં ધકેલવા બદલ 8 લોકોને આજીવન કેદની સજા ફટકારી, BJP નેતા પણ સામેલ

એક અજાણી વ્યક્તિ બંદૂક લઈને શાળામાં ઘૂસી ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે તે શાળાની દીવાલ પર ચઢીને અંદર ઘૂસ્યો હતો અને આ કારણે જ તે ગાર્ડ્સની નજરથી બચી ગયો હતો.

આ વ્યક્તિએ શાળામાં પ્રવેશતાંની સાથે વર્ગમાં જઈ રહેલાં બાળકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન શાળામાં ભાગમદોડ મચી ગઈ હતી. જ્યારે હથિયાર સાથે સિક્યોરિટી ગાર્ડ્સે હુમલાખોરને ઝડપી પાડ્યો ત્યારે તેણે પોતાને ગોળી મારી દીધી, જેમાં તેનું પણ મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ Ghatsathan at Ambaji: નવરાત્રિના પર્વ નિમિતે અંબાજી મંદિર ખાતે જવારા વાવવામાં આવ્યા અને ઘટસ્થાપન થયુ, જુઓ તસ્વીર

Gujarati banner 01