Ghatsathan at Ambaji 1

Ghatsathan at Ambaji: નવરાત્રિના પર્વ નિમિતે અંબાજી મંદિર ખાતે જવારા વાવવામાં આવ્યા અને ઘટસ્થાપન થયુ, જુઓ તસ્વીર

Ghatsathan at Ambaji: નોરતા નિમિત્તે અંબામાતાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 27 સપ્ટેમ્બરઃ Ghatsathan at Ambaji: આદ્યશક્તિ ની આરાધના નો પર્વ એટલે નવરાત્રી અને ખેલૈયાઓ જેની ભારે આતુરતા થી રાહ જોઇ રહ્યા હતા તે પાવન પર્વ નવરાત્રી નો ગઇકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. આજે નવરાત્રી નાં પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી માં શ્રદ્ધાળુંઓ ની ભારે ભીડ ઉમટી હતી. જ્યારે અંબાજી નીજ મંદિર માં વૈદીક મંત્રોચ્ચાર થી ઘટ્ટસ્થાપન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ C.R.Patil gave a statement regarding the election: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો અંગે સી.આર.પાટીલે આપ્યુ મહત્વનું નિવેદન

db818fba 020c 462a 8de2 d81dcd20344c

જે મંદિર નાં મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા આ ઘટસ્થાપન ની નવદિવસ અંખડ પુજા કરશે આમ તો વર્ષ દરમીયાન ચૈત્રી અને આસોની નવરાત્રી મનાવવામાં આવે છે પણ આ આસો મહીના ની નવરાત્રી નું વિશેષ મહત્વ હોય છે. જ્યાં ખેલૈયાઓ પણ ચાચરચોક માં ગરબા ની રમઝટ રમી માતાજી ની આરાધના કરતાં હોય છે.

જોકે ગઇકાલે ઘટસ્થાપન માં વાવવામાં આવતાં જવારા નવદિવસ માં કેટલાં ઉઘે છે. તેનાં ઉપર થી વિકાસ કેટલો થશે તેનો અંદાજ પણ નિકળતો હોવાની માન્યતા છે. આ ઘટ્ટ સ્થાપન વિધિ માં અંબાજી મંદિર ના વહીવટદાર આર કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ને તેમને જણાવ્યું હતું કે બે વર્ષ બાદ શ્રદ્ધાળુઓ ની વચ્ચે અંબાજી મંદિર માં ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી છે જેને લઈ લોકો માં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

f422b3cd 6a2c 4ae1 baee d92d3ab17ade

આ પણ વાંચોઃ jacqueline granted interim bail: 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ જેકલિનને મળ્યા વચગાળાના જામીન

Gujarati banner 01