Flight

Increase air fare: UAEએ ભારતીયોને આપ્યો ઝટકો, લોકોના ખીસ્સા પર પડશે મોટી અસર

Increase air fare: દુબઈથી ભારત આવનાર ફ્લાઈટ્સની ટિકિટના ભાવમાં 10 થી 25 %નો વધારો થયાની સંભાવના છે. ટિકિટના ભાવમાં આ વધારો 2019ની તુલનામાં ખૂબ વધુ છે. 

અમદાવાદ, 27 મે: Increase air fare: સંયુક્ત અરબ અમીરાતમાં રહેતા અને ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયોના ખીસ્સા હવે ઢીલા થવા જઈ રહ્યા છે. 

દુબઈથી ભારત આવનાર ફ્લાઈટ્સની ટિકિટના ભાવમાં 10 થી 25 %નો વધારો થયાની સંભાવના છે. ટિકિટના ભાવમાં આ વધારો 2019ની તુલનામાં ખૂબ વધુ છે. 

એરલાઈન્સ દુબઈથી મુંબઈ સુધી વન-વે ફ્લાઈટ માટે 6,000થી લઈને 8,000 રૂપિયા સુધીનો ચાર્જ કરી રહી છે પરંતુ જુલાઈમાં તેમાં વધારો થવા જઈ રહ્યો છે. જુલાઈથી દુબઈથી મુંબઈ સુધી વન-વે ફ્લાઈટ માટે 9,000 રૂપિયાથી વધુ રૂપિયા ચુકવવા પડશે. 

હાલ દુબઈથી કોચ્ચિની ફ્લાઈટની ટિકિટ લગભગ 19,000 છે. પરંતુ જુલાઈથી તેની ટિકિટ 42,000 રૂપિયા અથવા તેનાથી વધુ થઈ જશે. 

દુબઈથી દિલ્હીની ફ્લાઈટની ટિકિટ લગભગ 19,000 છે પરંતુ જુલાઈથી તેની ટિકિટ 42,000 રૂપિયા અથવા તેનાથી વધઉ થઈ જશે. 

દુબઈથી દિલ્હીની ફ્લાઈટની ટિકિટ પણ જુલાઈમાં 21,000 હશે. હાલ તેના ભાવલગભગ 6,000 રુપિયા છે. 

ભારતથી યુએઈ જનાર ફ્લાઈટ્સની ટિકિટના ભાવ પણ આ પ્રકારે જ વધશે. 

મુંબઈથી દુબઈ વનવે ટ્રીપની ટિકિટના ભાવ ચાર ગણા વધીને લગભગ 54,000 રૂપિયા થવા જઈ રહ્યા છે. કોચ્ચિથી દુબઈ જનાર ફ્લાઈટનું ભાડું હાલ 21,000 રૂપિયા છે. પરંતુ તેના માટે પણ લોકોને 500 દિરહમ અથવા તેનાથી વધુ આપવા પડશે. 

દિલ્હીથી દુબઈ જવાની યોજના બનાવી રહેલ લોકોને આ સમાચારથી થોડી રાહત મળશે. જૂનના મધ્યમાં ટિકિટના ભાવ લગભગ 25,000 રૂપિયા સુધી આપવા પડશે. 

રશિયા, યૂક્રેન યુદ્ધને કારણે ઈંઘણની કિંમતો વધવા અને પેટ્રોલ, ડિઝલની માંગ પૂરી નહીં થવાની વચ્ચે તાજેત્તરમાં ફ્લાઈટ ટિકિટના ભાવ વધ્યા છે. જો કે, તેનો સામનો કરવા વિમાનન કંપનીઓએ કેટલીક યોજનાઓની જાહેરાત કરી છે. 

હવે બડેન ટ્રેવલ એજન્સીના સૂરજ રમેશનું કહેવું છે કે, રશિયા, યુક્રેન સંકટના કારણે ફ્લાઈટ ટિકિટોના ભાવ વધ્યા છે. પરંતુ માંગ બિલકુલ ઓછી થઈ નથી. 

યૂએઈમાં મોટી સંખ્યામાં ભારતીય રહે છે એટલા માટે ભારતીયોની આ રૂટની ફ્લાઈટ સફર અને તેની ટિકિટ પર નજર રહે છે.

આ પણ વાંચો..Mass movement: અમદાવાદ મ્યુનિસિપલ સામે 1500 જેટલા લોકોનું જન આંદોલન કરવામાં આવશે

Gujarati banner 01