AMC logo

Mass movement: અમદાવાદ મ્યુનિસિપલ સામે 1500 જેટલા લોકોનું જન આંદોલન કરવામાં આવશે

Mass movement: ગટરના બદલે ખાળકુવાની વ્યવસ્થા છે. ફરજીયાત બોરનું પાણી પીવું પડે છે. ખાળકુવા વિકલ્પ હોવાથી સ્થાનિકો તેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. 

અમદાવાદ, 27 મેઃ Mass movement: અમદાવાદ મ્યુનિસિપાલિટીની હદમાં કેટલાક વિસ્તારો ભળ્યા બાદ પણ શહેરના વિસ્તારોની અંદર મુશ્કેલીઓનો અંત નથી આવતો. ગોતા વિસ્તારની અંદર સેવી સ્વરાજના રહીશો રહે છે ત્યારે 500થી વધુ ફ્લેટ આવેલા છે જ્યાં 1500થી વધુ પરીવારજનો રહે છે. જેમાં તેમના માટે ગટરના બદલે ખાળકુવાની વ્યવસ્થા છે. ફરજીયાત બોરનું પાણી પીવું પડે છે. ખાળકુવા વિકલ્પ હોવાથી સ્થાનિકો તેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. 

મળતી માહિતી અનુસાર બિલ્ડર દ્વારા આ સુચારુ વ્યવસ્થા મળી રહે તેના માટે જરૂરી ફી પણ કોર્પોરેશનમાં જમા કરાવવામાં આવી છે પરંતુ આ સમસ્યાનો અંત નથી આવતો જેથી રવિવારે કોર્પોરેશન વિરુદ્ધ આ જનઆંદોલન સોસાયટીના રહીશો દ્વારા યોજવામાં આવશે.

આ સાથે ગોદરેજ ગાર્ડન સિચીની અંદર પણ આ પ્રકારે તકલીફ રહીશોને થઈ રહી છે જેથી ગોદરેજ ગાર્ડન સિટીના રહીશો પણ આ આંદોલનમાં જોડાય તેવી શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર અહીં પણ ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ નર્મદાનું પાણી અને સુએજ કનેકશન જ નથી જેને લઈને રહીશોએ સોશિયલ મીડિયાની અંદર પત્રિકા પણ ફરતી કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ િવિરોધ પણ આ મામલે નોંધાવશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Liquor beer cheaper: આ રાજ્યમાં દારૂ અને બિયર થશે સસ્તી, મંત્રી જૂથે આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો

Gujarati banner 01