IPL RCB

RR Vs RCB IPL 2022: ફાઇનલમાં પહોંચી રાજસ્થાન,જોસ બટલરની તોફાની અણનમ સદી

RR Vs RCB IPL 2022: જોસ બટલરની તોફાની અણનમ સદી, ફાઇનલમાં પહોંચી રાજસ્થાન, વિરાટ કોહલીનું સ્વપ્ન ફરી તૂટ્યુ

RR Vs RCB IPL 2022: રાજસ્થાન રોયલ્સ એ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

અમદાવાદ, 27 મે: RR Vs RCB IPL 2022: રાજસ્થાન રોયલ્સ એ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.  હવે 29 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટાઇટલ માટે જંગ ખેલાશે. રાજસ્થાન રોયલ્સની ટીમ 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં પહોંચી છે.

ક્વોલિફાયર-2 હારવાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર અહીં સમાપ્ત થઈ ગઈ અને ટીમનું સપનું ફરી તૂટી ગયું. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. ક્વોલિફાયર-2માં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાને 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સે 2008માં પ્રથમ આઈપીએલ ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે.  રાજસ્થાન રોયલ્સે શેન વોર્નના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો. IPL-2022 ની શરૂઆત પહેલા શેન વોર્નનું અવસાન થયું, 

Advertisement

જોસ બટલર ફરી જીતનો હીરો બન્યો

જોસ બટલર ફરી એકવાર રાજસ્થાન રોયલ્સ માટે મેચ વિનર સાબિત થયો.  જોસ બટલરે ક્વોલિફાયર-2માં શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.જોસ બટલરે  106 રન બનાવ્યા. બટલરે છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. જોસ બટલરે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 176 હતો.

આ ઇનિંગ સાથે જોસ બટલરે આ સિઝનમાં પોતાના 800 રન પણ પૂરા કરી લીધા છે. જોસ બટલરે આ સિઝનમાં 4 સદી ફટકારી છે.  તે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે અને હવે ટીમને ફાઇનલમાં પણ તેની પાસેથી ઘણી આશાઓ હશે. આ સિઝનમાં અત્યાર સુધી જોસ બટલરે 16 મેચમાં 824 રન બનાવ્યા છે. જોસ બટલરે આ સિઝનમાં 4 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે 45 સિક્સર, 78 ફોર ફટકારી છે.

Advertisement

આ પણ વાંચો..Increase air fare: UAEએ ભારતીયોને આપ્યો ઝટકો, લોકોના ખીસ્સા પર પડશે મોટી અસર

Gujarati banner 01