7 indian army soldiers dead in ladakh

7 indian army soldiers dead in ladakh: લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં સેનાના 7 જવાન શહીદ,એક શહીદ સારવાર હેઠળ

7 indian army soldiers dead in ladakh: ભારતીય વાયુસેના દ્વારા વધુ ગંભીર લોકોને પશ્ચિમ કમાન્ડમાં સ્થાનાંતરિત કરવા માટે હવાઈ માર્ગનો કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી, 27 મેઃ 7 indian army soldiers dead in ladakh: લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોને કાળ નડ્યો છે. સેનાના જવાનો સાથેની એક ગાડી નદીમાં પડતા દેશના 7 જાંબાજ સિપાહીઓ મૃત્યુ પામ્યાં છે.

મીડિયા અહેવાલ અનુસાર લદ્દાખના તુરટુક સેક્ટરમાં એક ભયાનક રોડ એક્સિડન્ટમાં ભારતીય સેનાનું એક સ્પેશયલ વાહન શ્યોક નદીમાં ખાબક્યું છે. ANIએ જણાવ્યું છે કે આ માર્ગ અકસ્માતમાં સેનાના 7 જવાન શહિદ થયા છે અને અન્ય કેટલાકને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. 

લદ્દાખના તુરતુક સેક્ટરમાં થયેલ અકસ્માતમાં ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર માટેની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતીય વાયુસેના દ્વારા વધુ ગંભીર લોકોને પશ્ચિમ કમાન્ડમાં સ્થાનાંતરિત કરવા માટે હવાઈ માર્ગનો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Mass movement: અમદાવાદ મ્યુનિસિપલ સામે 1500 જેટલા લોકોનું જન આંદોલન કરવામાં આવશે

એક અહેવાલ અનુસાર આ સ્પેશયલ મિલિટ્રી વ્હિકલ, જે શ્યોક નદીમાં પડ્યું છે તેમાં ભારતીય સેનાના કુલ 27 જવાનો હતા.

Advertisement

આ ઘટના અંગે દુખ વ્યકત કરતા કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે ટ્વીટ કર્યું કે દુઃખદ સમાચાર એ છે કે લદ્દાખની શ્યોક નદી દુર્ઘટનામાં 7 સૈનિકોના મોત થયા છે. આ દુઃખદ સમયમાં રાષ્ટ્ર સૈનિકોના પરિવાર સાથે ઉભું છે.

આ પણ વાંચોઃ Liquor beer cheaper: આ રાજ્યમાં દારૂ અને બિયર થશે સસ્તી, મંત્રી જૂથે આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો

Gujarati banner 01

Advertisement