Crime

Indian couple murdered in Manila: મનીલામાં ભારતીય શીખ દંપતીની હત્યા, ઘરની અંદર ઘૂસીને મારી ગોળી

Indian couple murdered in Manila: હત્યારો ઘરમાં ઘૂસીને સુખવિંદર સિંહ (41 વર્ષ) અને તેની પત્ની કિરણદીપ કૌર (33 વર્ષ)ને ગોળી મારીને ભાગી ગયો

નવી દિલ્હી, 28 માર્ચ: Indian couple murdered in Manila: ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ભારતીય મૂળના શીખ દંપતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યારો ઘરમાં ઘૂસીને સુખવિંદર સિંહ (41 વર્ષ) અને તેની પત્ની કિરણદીપ કૌર (33 વર્ષ)ને ગોળી મારીને ભાગી ગયો. હત્યાનું કારણ અને હત્યારાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. 25 માર્ચની આ ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

સીસીટીવી વીડિયો પ્રમાણે, સુખવિંદર સિંહ પોતાના ઘરની બહાર આરામથી બેસીને મોબાઈલ પર કંઈક જોઈ રહ્યા છે. અજાણ્યો ખૂની પણ તેની નજીકની બીજી ખુરશી પર બેઠો છે, પરંતુ તેણે કેમેરા તરફ પીઠ ફેરવી લીધી છે. એવું લાગે છે કે હત્યારો તેનો કોઈ પરિચિત હતો અને તે કેમેરા વિશે જાણતો હતો. અચાનક હત્યારો ઉભો થઈને સુખવિંદર તરફ વળે છે અને શર્ટની અંદરથી પિસ્તોલ કાઢતો જોવા મળે છે.

આ પછી, હત્યારો પહેલા સુખવિંદર સિંહને ગોળીઓ મારે છે, પછી ઘરની અંદર જાય છે અને તેની પત્ની કિરણદીપને રસોડામાં બે વાર ગોળી મારીને ત્યાંથી નીકળી જાય છે. પોતાની ઓળખ છુપાવવા માટે, હત્યારાએ તેના માથા પર ટોપી પહેરી હતી અને તેના મોં પર રૂમાલ બાંધ્યો હતો. આ ઘટના શનિવાર રાતની જણાવવામાં આવી રહી છે, જ્યારે સુખવિન્દર તેના કામ પરથી પરત ફર્યો હતો. સુખવિંદર અને તેની પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો: AMC on alert mode for corona: કોરોનાના કેસ વધતા અમદાવાદ મનપા એલર્ટ મોડ પર, ઉપાડ્યું આ પગલું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો