Corona Testing

AMC on alert mode for corona: કોરોનાના કેસ વધતા અમદાવાદ મનપા એલર્ટ મોડ પર, ઉપાડ્યું આ પગલું…

AMC on alert mode for corona: શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગની સુવિધા શરુ કરવામાં આવી

અમદાવાદ, 28 માર્ચ: AMC on alert mode for corona: અમદાવાદમાં કોરોના કેસોની ચિંતા કરતા મનપાએ ટેસ્ટિંગ વધારવાનું નક્કી કર્યું છે. વિવિધ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગની સુવિધા શરુ કરવામાં આવી છે. હાલ એક જ દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ગઈકાલે શહેરમાં એક દિવસમાં 114 કેસો નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી 100થી વધુ કેસો જોવા મળી રહ્યા છે. કેસોની સંખ્યા વધતા લોકોમાં ચિંતા પણ કોરોનાને લઈને વધી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. 

અમદાવાદ શહેરમાં હાલ 887 એક્ટિવ કેસો છે. કોરોનાના કેસો એક તરફ વઘી રહ્યા છે ત્યારે આ કેસોની સામે એએમસી દ્વારા ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યું છે.  તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

મનપાએ એક દિવસની અંદર જ આ ટેસ્ટિંગમાં વધારો કર્યો છે. અમદાદાવાદમાં કોરોના કેસો તેજીથી વધી રહ્યા છે. તેમાં પણ એક્ટિવ કેસની સંખ્યાનો આંક ખૂબ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેતી પણ ખૂબ જરૂરી છે. અમદાવાદમાં એક્ટિવ કેસો 1000ની નજીક પહોંચી ગયા છે.

આ પણ વાંચો: Medicines price will be expensive: મોંઘવારીનો વધુ એક ફટકો! એપ્રિલથી આ દવાઓના વધી જશે દામ; સરકારે આપી મંજૂરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો