Sneha dube

Sneha dube: પાકિસ્તાનની UNમાં ઝાટકણી કાઢીને ઇમરાનખાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબે રાતોરાત ચર્ચામાં, જાણો કોણ છે આ મહિલા અધિકારી

Sneha dube: સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાક પીએમ ઈમરાનખાને વગાડેલી કાશ્મીરની રેકોર્ડનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ Sneha dube: સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના ભાષણ બાદ ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને ખરી ખરી સંભળાવનાર યુએનના ભારતના પ્રતિનિધિ સ્નેહા દુબે રાતોરાત ચર્ચામાં આવી ગયા છે. તેમણે પ્રભાવશાળી રીતે ભારતનો પક્ષ મુક્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાક પીએમ ઈમરાનખાને વગાડેલી કાશ્મીરની રેકોર્ડનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. મહાસભામાં ભારતની સચિવ સ્નેહા દુબેએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન ભારતના આંતરિક મામલાને દુનિયાના મંચ પર લાવીને જુઠ્ઠુાણા ફેલાવી રહ્યા છે. અમે રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને આ બાબતનો જવાબ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ UPSC Result 2021: UPSCનું પરિણામ થયું જાહેર, ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં સામેલ- વાંચો વિગત

Advertisement

સ્નેહા દુબે(Sneha dube)એ કહ્યુ હતુ કે, ઈમરાનખાનનુ ભાષણ ઉપેક્ષાને જ લાયક છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મંચનો દુરપયોગ કર્યો છે. જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતનુ અવિભાજ્ય અંગ હતુ, છે અને અને રહેશે. પાકિસ્તાને અમારા રાજ્યના કેટલાક વિસ્તારો પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. પાકિસ્તાન આ વિસ્તારો ખાલી કરે તેવી ભારત માંગે કરે છે.

તેમણે કહ્યુ હતુ કે, અફસોસની વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ ભારત માટે જુઠ્ઠાણા ફેલાવવા માટે પાકિસ્તાને કર્યો છે અને આ પણ પહેલી વખત નથી. પાકિસ્તાન આતંકીઓને આશ્રય આપવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરે છે. દુનિયા જાણે છે કે, ઓસામાને પાકિસ્તાનમાં શરણ અપાયુ હતુ અને અમેરિકાએ તેને ઢાળી દીધો હતો. આ સિવાય પણ પાકિસ્તાન સામે ઘણા પૂરાવા સામે આવ્યા છે પણ પાકિસ્તાન બેશરમ બનીને પોતાની ભૂલ માનવા તૈયાર નથી. આખી દુનિયા જાણે છે કે, આતંકવાદ માટે સુરક્ષિત સ્થળ જો કોઈ હોય તો તે પાકિસ્તાન છે. જ્યાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ National Cooperative Conference: ગરીબ કલ્યાણ અને અંત્યોદયની કલ્પના સહકાર વગર નથી થઈ શકતી, વાંચો વધુમાં શું કહ્યું કેન્દ્રીય ગૃહમંત્રીએ

Advertisement

સ્નેહા દુબે કોણ છે તે જાણવા માટે ભારતમાં લોકો સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યા છે. સ્નેહા દુબે(Sneha dube)એ પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી અને તેઓ 2012ની બેચના મહિલા આઈએફએસ અધિકારી છે. તેમની નિયુક્તિ વિદેશ મંત્રાલયમાં થઈ હતી. એ પછી 2014માં તેમને સ્પેનના ભારતીય દૂતાવાસમાં મુકવામાં આવ્યા હતા. કેટલાક વર્ષો બાદ તેમને યુએનમાં ભારતના પ્રથમ સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા.

સ્નેહા દુબે જેએનયુમાંથી એમએ અને એમફિલની ડિગ્રી મેળવી ચુકયા છે. તેમનુ શરૂઆતનુ શિક્ષણ ગોવામાં થયુ હતુ. એ પછી પૂણેમાંથી પણ તેમણે ગ્રેજ્યુએશન કર્યુ હતુ.

સ્નેહા(Sneha dube)એ 12 વર્ષની વયે જ નક્કી કરી લીધુ હતુ કે, મારે સિવિલ સર્વિસમાં જવાનુ છે. તે કહે છે કે, મેં કોઈ પ્લાન બી વિચાર્યો જ નહોતો. સ્નેહાના પિતા મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે અને માતા શિક્ષિકા છે. સ્નેહા કહે છે કે, હું ભણતી હતી ત્યારથી જ મેં સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Advertisement
Whatsapp Join Banner Guj