Taliban ban woman alone journey

Taliban ban woman alone journey: નવો નિયમ, અફઘાનિસ્તાનમાં મહિલાઓ ૭૨ કિમીથી વધુ અંતરની યાત્રા એકલા નહીં કરે શકે

Taliban ban woman alone journey: મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશ અનુસાર વાહન માલિકોને હેડસ્કાર્ફ ન પહેરેલ મહિલાઓને યાત્રાથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી

નવી દિલ્હી, 26 ડિસેમ્બરઃ Taliban ban woman alone journey: અફઘાનિસ્તાનમાં સત્તા પ્રાપ્ત કરતી વખતે તાલિબાને મહિલાઓને તેમના અધિકાર આપવાનો દાવો કર્યો હતો. જો કે હવે તે પોતાના આ વચનથી ફરી ગયું છે. તાલિબાને મહિલાઓને લાંબા અંતરની યાત્રા એકલા કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

તાલિબાની અધિકારીઓએ જણાવ્યું છે કે લાંબા અંતરની યાત્રા કરનારી મહિલાઓૌને સડક પરિવહનની મંજૂરી આપવી ન જોઇએ જ્યાં સુધી તેમની સાથે કોઇ નજીકનો પુરુષ કે સંબધીન હોય. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશ અનુસાર વાહન માલિકોને હેડસ્કાર્ફ ન પહેરેલ મહિલાઓને યાત્રાથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે. 

૧૫ ઓગસ્ટે સત્તા હાંસલ કર્યા પછી તાલિબાન દ્વારા જાહેર ક્ષેત્રની ભૂમિકાઓમાં મહિલાઓને નોકરી પર પરત ફરવા પર રોક લગાવવામાં આવ્યા પછી આ પગલા ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Sourav Ganguly Corona Positive: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પૉઝિટિવ, હોસ્પીટલમાં દાખલ

મંત્રાલયના પ્રવક્તા સાદિક અકિફ મુહાજિરે જણાવ્યું છે કે ૭૨ કિલોમીટરથી વધુની યાત્રા કરનાર મહિલા સાથે તેમનો કોઇ સંબધી ન હોય તો તેમને એકલા મુસાફરી કરવાની પરવાનગી આપવી ન જોઇએ. નવા દિશા નિર્દેશોમાં લોકોને પોતાના વાહનોમાં સંગીત નહીં વગાડવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

બીજી તરફ હ્યુમન રાઇટ્સ વોચે તાલિબાનના નવા આદેશ અને દિશા નિર્દેશોની ટીકા કરી છે. પાકિસ્તાને પણ પ્રથમ તાલિબાનના કોઇ નિર્ણયની જાહેરમાં ટીકા કરી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ અફઘાનિસ્તાનમાં જાહેર સ્થળો પર મહિલાઓને એકલા યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકવાના તાલિબાનના નિર્ણયની ટીકા કરી છે. 

ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓ એકલા યાત્રા કરી શકતા નથી, સ્કૂલ અને કોલેજ એકલા જઇ શકતા નથી આ પ્રકારની તાલિબાનની વિચારસરણી પાકિસ્તાન માટે ખતરો છે.

Whatsapp Join Banner Guj