Brijesh Merja

Gujarat Panchayat Service Selection Board: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટનું લોન્ચીગ કરતા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા

Gujarat Panchayat Service Selection Board: પંચાયત સેવા વર્ગ- ૩ના વિવિધ સંવર્ગોની ભરતી પ્રક્રિયા સંદર્ભે ઉમેદવારોને એક જ જગ્યાએથી તમામ માહિતી સરળતાપૂર્વક મળી રહે તે માટે રાજય સરકાર નો નવતર અભિગમઃ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, ૨૮ ડિસેમ્બરઃ
Gujarat Panchayat Service Selection Board: રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના સેવા વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની  ભરતી કરતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટનું રાજયકક્ષાના પંચાયત વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી બ્રિજેશ મેરજાના વરદ હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૨૩૫ હેઠળ રચાયેલ વૈધાનિક સત્તામંડળ છે. જેનું મુખ્યત્વે કામ પંચાયત સેવા વર્ગ-૩ ના કર્મચારીઓની સીધી ભરતી પ્રક્રિયા કરવાનું છે તેમજ પંચાયત સેવા વર્ગ-૩ ની બઢતીની અને શિક્ષાની બાબતોમાં જિલ્લા પંચાયતોને સલાહ આપવાનું છે.

આગામી સમયગાળામાં પંચાયત સેવા વર્ગ- ૩ના વિવિધ સંવર્ગોની ભરતી પ્રક્રિયા આવી રહી છે ત્યારે ઉમેદવારોને એક જ જગ્યાએથી તમામ જાહેરાતની તબક્કાવાર માહિતી તથા અન્ય તમામ માહિતી સરળતાપૂર્વક મળી રહે તે હેતુથી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ બનાવવામાં આવી છે.

આ વેબસાઈટ યુઝર ફ્રેન્ડલી છે અને રાજય સરકારની પંચાયત સેવાને લગતા ભરતીલક્ષી નિયમો, ઠરાવો વિગેરેની માહિતી તેમજ ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની વિગતો તથા પરીક્ષાનો અભ્યાસક્રમ,દરેક સંવર્ગની જાહેરાત અન્વયે પરીક્ષાની તારીખ, પ્રોવીઝનલ રીઝલ્ટ, પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ, પ્રમાણપત્ર ચકાસણી, ફાઈનલ સિલેક્ટ લીસ્ટ અને જિલ્લા ફાળવણી સુધીની વિગતવાર માહિતી એક જ જગ્યાથી ઉમેદવારોને સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે.

Gujarat Panchayat Service Selection Board website launch

રાજ્ય સરકાર દ્વારા આ સપ્તાહને સુશાસન તરીકે ઊજવવામાં આવી રહ્યું છે ત્યારે સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આ વેબસાઈટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પંચાયત સેવા વર્ગ -3 ના સંવર્ગો માટેની તૈયારી કરતા દરેક ઉમેદવારને ઉપયોગી અને લાભદાયી થઈ પડશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ નરેશ શાહ , મંડળના સભ્ય નીતિનભાઈ પટેલ , પ્રશાંત વાળા, રાજીકા કચેરિયા અને નીતાબેન સેવક તથા મંડળના સચિવ તેમજ પંચાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Sourav Ganguly Corona Positive: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પૉઝિટિવ, હોસ્પીટલમાં દાખલ

Whatsapp Join Banner Guj