Nothing is forever: કશું ક્યાં હોય છે કાયમ ?: કંચન અમીન
Nothing is forever: પરખ ક્યાં છે ? અહીં લાખો દરદ એવાં હજી પણ છે, ઉપાયો તો હજારો છે, કશું ક્યાં હોય છે કાયમ ?
Nothing is forever: ગઝલ ગગનચુંબી ઇશારો છે, કશું ક્યાં હોય છે કાયમ ?
પલકભરનો નજારો છે, કશું ક્યાં હોય છે કાયમ ?
જગત જેવું છે તેવું તે નથી જોયું હજી બંદા,
વહ્યા કરતો કિનારો છે, કશું ક્યાં હોય છે કાયય ?
સતત સરતી પળેપળ તાજગી નાવીન્યની ઓળખ ,
હવા જેવો સહારો છે, કશું ક્યાં હોય છે કાયમ ?
પરખ ક્યાં છે ? અહીં લાખો દરદ એવાં હજી પણ છે,
ઉપાયો તો હજારો છે, કશું ક્યાં હોય છે કાયમ ?
તમે સમજો કે ના સમજો હકીકત ખ્વાબ જેવી છે,
ઘડીભરનો ઇજારો છે , કશું ક્યાં હોય છે કાયમ ?
આ પણ વાંચો:- Mentality: માનસિકતાની શક્તિ માત્ર એક ખ્યાલ નથી; તે કુદરતનું બળ છે: પૂજા પટેલ