Shaikh hasina pm modi

Sheikh Hasina Passport Canceled: શેખ હસીનાની વધી તકલીફ; બાંગ્લાદેશ સરકારે કરી જાહેરાત

Sheikh Hasina Passport Canceled: બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી છે.

google news png

દિલ્હી, 23 ઓગસ્ટ: Sheikh Hasina Passport Canceled: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોમાં વધારો થતો જઇ રહ્યો છે. 5 ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવીને આશ્રય લેવો પડ્યો હતો. ભારત પહોંચતા પહેલા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પણ છોડવું પડ્યું હતું. હવે બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:- PM Modi Visits Ukraine: પીએમ મોદી યુક્રેનની મુલાકાતે, યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને આપી શ્રદ્ધાંજલિ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે. શેખ હસીનાને ભારતમાં રહેવામાં કદાચ કોઈ સમસ્યા ન આવે કારણ કે તેણે હાલમાં ભારતમાં આશરો લીધો છે, પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, શેખ હસીના વિરુદ્ધ 50થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં મોટાભાગે હત્યાના કેસ છે. સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ પણ બાંગ્લાદેશ પહોંચી છે જે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાની તપાસ કરશે.

Rakhi Sale 2024 ads

યુએનની ટીમે પોતાની પ્રાથમિક તપાસમાં શેખ હસીના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સરકાર ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો