PM Modi played the drum: પીએમ મોદી સિંગાપોરની મુલાકાતે, વડાપ્રધાને વગાડ્યુ ઢોલ- જુઓ વીડિયો
PM Modi played the drum: સિંગાપોરની હોટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. આ સાથે ભારતીય મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી.
દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ PM Modi played the drum: વડાપ્રધાન મોદી બ્રુનેઇ બાદ સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા છે. આશરે છ વર્ષ પછી વડાપ્રધાન મોદી સિંગાપોરની મુલાકાતે છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારતના ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ માટે મહત્ત્વની છે. આ દરમિયાન ભારતીય મૂળના લોકો દ્વારા હોટલની બહાર તેમનો ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:– National Teacher’s Day: અમરેલીના નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર જેમણે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી
વડાપ્રધાન મોદી જ્યારે સિંગાપોરની હોટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. આ સાથે ભારતીય મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી. ભારતીય લોકોનો ઉત્સાહ જોઈ પીએમ મોદીએ ઢોલ વગાડ્યો અને લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ ઉપરાંત લોકોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા પણ લગાવ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi tries his hands on a dhol. Members of the Indian diaspora welcomed PM Modi on his arrival in Singapore. pic.twitter.com/JBWG5Bnrzk
— ANI (@ANI) September 4, 2024