Rajkot Mandal RPF

RPF Rajkot Division: RPF રાજકોટ ડિવિઝને સુરક્ષા અને માનવીય સેવામાં સ્થાપ્યા નવા આયામો

​ RPF Rajkot Division: રાજકોટ RPF ડિવિઝનની મોટી સિદ્ધિ: વર્ષ ૨૦૨૫માં મુસાફરોનો ૪૦ લાખનો સામાન પરત કર્યો, ૨૪ બાળકોને પરિવાર સાથે મિલાવ્યા

  • ​’ સેવા હી સંકલ્પ’ સાથે RPF રાજકોટ ડિવિઝને સુરક્ષા અને માનવીય સેવામાં સ્થાપ્યા નવા આયામો

રાજકોટ, ૧ જાન્યુઆરી: RPF Rajkot Division: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF) એ વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાની ના કુશળ માર્ગદર્શન તથા ડિવિઝન સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહ ના પ્રભાવી નિરીક્ષણ હેઠળ RPF એ મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે તેમનો વિશ્વાસ જીતવામાં પણ સફળતા મેળવી છે.

વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી ડિસેમ્બર) ની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે:

​ ઓપરેશન અમાનત (પ્રામાણિકતાનું ઉદાહરણ): રેલ મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા સામાનને મુસાફરો સુધી પહોંચાડવામાં RPF એ તત્પરતા દાખવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન ૩૩૯ મુસાફરોનો કુલ ₹૪૦,૭૬,૩૬૨/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે શોધી કાઢી તેમને સુપરત કરવામાં આવ્યો હતો.

​ ઓપરેશન નન્હે ફરિશ્તે (વિખૂટા પડેલાઓને મિલાવ્યા): સ્ટેશનો અને ટ્રેનોમાં બિનવારસી અથવા પોતાના પરિવારથી વિખૂટા પડેલા ૨૪ બાળકોને RPF એ રેસ્ક્યૂ કર્યા અને સંપૂર્ણ સુરક્ષા સાથે તેમના પરિવારજનો સાથે મિલાવીને તેમના ચહેરા પર સ્મિત પાછું લાવ્યા.

​ ઓપરેશન ડિગ્નિટી: વિપરીત સંજોગોને કારણે પોતાના પરિવારથી દૂર થયેલા ૦૮ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.

ઓપરેશન રેલ સુરક્ષા અને ઉપલબ્ધ: રેલવે સંપત્તિની સુરક્ષા કરતા ૩૦ કેસોમાં ૮૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ ૧૩ વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

​ ઓપરેશન સમય પાલન: ટ્રેનોની ગતિ ન અટકે તે માટે ગેરકાયદેસર ચેઈન પુલિંગ કરનારા ૪૫૪ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

​ ઓપરેશન યાત્રી સુરક્ષા: મુસાફરોના સામાનની ચોરી અટકાવવા માટે સક્રિય રહીને ૦૭ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જીઆરપી (GRP) ને સોંપવામાં આવ્યા હતા.

​ ઓપરેશન જનજાગૃતિ: RPF એ માત્ર કાર્યવાહી જ નથી કરી, પરંતુ મુસાફરોને જાગૃત પણ કર્યા છે. ગ્રામ સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથેની બેઠકો દ્વારા પથ્થરમારો અટકાવવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી વિરુદ્ધ જન-અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

​RPF રાજકોટ ડિવિઝનની આ સિદ્ધિઓએ સાબિત કરી દીધું છે કે ભારતીય રેલવે માત્ર મુસાફરીનું માધ્યમ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સેવા માટે પણ સંપૂર્ણપણે સમર્પિત છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો