Breaking News

Drug Rules Amendment: ઉચ્ચ આલ્કોહોલવાળી દવાઓના નિયમો કડક

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 10 જુલાઈ: Drug Rules Amendment: નિયમનકારી દેખરેખને મજબૂત કરવા અને ઉચ્ચ આલ્કોહોલ સામગ્રી ધરાવતી ઔષધીય પ્રોડક્ટ્સના દુરુપયોગને રોકવા તરફના એક મહત્વપૂર્ણ પગલાંમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી ફોર્મ્યુલેશન્સ માટે લાયસન્સિંગની આવશ્યકતાઓમાંથી (શેડ્યૂલ K હેઠળની) હાલની મુક્તિને દૂર કરી છે.

આ પણ વાંચો:- Cotton Farmers Gujarat: કપાસ ઉત્પાદન વધારવા ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ અમલમાં

ડ્રગ્સ રૂલ્સ, 1945ના શેડ્યૂલ K હેઠળ ઇલાયચી, આદુ અને અન્ય સુગંધિત ઔષધીય તૈયારીઓના ટિંકચર સહિતની કેટલીક ઔષધીય પ્રોડક્ટ્સને લાયસન્સિંગની આવશ્યકતાઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમાંના કેટલાક ફોર્મ્યુલેશન્સ ઇથાઇલ આલ્કોહોલની ઊંચી સાંદ્રતા ધરાવે છે, કેટલાક કિસ્સાઓમાં 80થી 90 ટકા (v/v) સુધી પહોંચે છે. પરિણામે, નશા માટે તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. આ મુદ્દે કેટલાક રાજ્ય સરકારો તરફથી પણ રજૂઆતો પ્રાપ્ત થઈ હતી.

medicine

આ ચિંતાને દૂર કરવા માટે, સરકારે આદેશ આપ્યો છે કે 30 mL થી વધુ માત્રામાં, 12% v/v થી વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી તમામ ફોર્મ્યુલેશન્સને હવે શેડ્યૂલ K હેઠળ આપવામાં આવેલી મુક્તિમાં આવરી લેવામાં આવશે નહીં. પરિણામે, આવી પ્રોડક્ટ્સે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 હેઠળ જરૂરી લાયસન્સ મેળવવાના રહેશે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

આ સુધારો આ પ્રોડક્ટ્સને ડ્રગ્સ રૂલ્સ, 1945ના શેડ્યૂલ H1માં પણ સ્થાનાંતરિત કરે છે, જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શનના આધારે વેચાણ અને વધુ કડક રેકોર્ડ રાખવાનો આદેશ આપે છે.

આ સુધારાથી આલ્કોહોલ ધરાવતી તે ઔષધીય પ્રોડક્ટ્સ પર નિયમનકારી દેખરેખ મજબૂત થવાની અપેક્ષા છે, જે નિયંત્રિત ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈન દ્વારા જ તેમના પુરવઠાને સુનિશ્ચિત કરશે. તે કાયદેસરના રોગનિવારક ઉપયોગ માટે તેમની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સાથે ડાયવર્ઝન અને દુરુપયોગની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડશે.