Praful pansheriya

Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Kamrej Taluka Development: ૩ હજાર આવાસ, ૧૫૦૦ બેડની અધ્યતન હોસ્પિટલ અને વાલક ગામમાં સાયન્સ કૉલેજનું નિર્માણ થવાથી કામરેજની કાયાપલટ થશે: રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી

સુરત, 19 માર્ચ: Kamrej Taluka Development: રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કામરેજ તાલુકામાં રૂ.૧૦.૮૧ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામોમાં કરજણ તળાવના નવીનીકરણ અને વલથાણ કેનાલ પાસે પ્રોટેક્શન વોલ બનાવવાના મહત્વકાંક્ષી પ્રકલ્પોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું.

આ અવસરે (Kamrej Taluka Development) મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કામરેજના તમામ ગામોમાં કોઈ ને કોઈ વિકાસ કાર્ય થયા છે અને હજુ ચાલુ છે. તાલુકાના તમામ ગામોમાં જે લોકોના પતરા વાળા ઝૂંપડા હતા તેના સ્થાને પાકા આવાસોના કામોનુ નિર્માણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કામરેજ તાલુકામાં ૩ હજાર જેટલા મકાનો અર્પણ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કામરેજમાં ૧૫૦૦ બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ હોસ્પિટલના નિર્માણથી ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે.

Kamrej Taluka Development

આ હોસ્પિટલ ૧૫૦ વિધા જમીનમાં સાકારિત્ત થશે જેથી ભવિષ્યમાં અહીં મેડિકલ કોલેજ પણ બનાવી શકાય. ઉપરાંત વાલકમાં સુરત જિલ્લાની ઉત્તમ સાયન્સ કોલેજ બનાવવામાં આવશે. મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આજે રૂ.૧૦ કરોડ કરતા વધારે રકમના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેના લોકાર્પણ જલ્દીથી કરવામાં આવશે.

આ પ્રકલ્પો પૈકી વલથાણ કેનાલ પર સુડા લિમીટથી NH-48 સુધીના આશરે ૧૩.૧૫૦ કિ.મી. લંબાઈમાં રસ્તાની બંને બાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. ₹૬૭૫.૦૩ લાખના ખર્ચે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. બીજા પ્રોજેક્ટમાં, કામરેજ તાલુકાના કરજણ ગામના તળાવનું ₹૪૦૬.૦૨ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો:- RPF Rajkot Division: ઈમાનદારીની મિસાલ: RPF એ ₹1 લાખની બેગ પરત કરી

Kamrej Taluka Development: આ કામમાં જોગિંગ ટ્રેક, પેવર બ્લોક, આકર્ષક એન્ટ્રી ગેટ, બેસવા માટે બાંકડા, સોલાર રૂફ ટોપ ધરાવતું ટોયલેટ બ્લોક અને ગાર્ડનિંગ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ બંને કામો ૧૧ માસની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જેનો સીધો લાભ સ્થાનિક નાગરિકોને મળશે.

આ ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના અધ્યક્ષ રેખાબેન પટેલ, કરજણના સરપંચ સંગીતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જીગરભાઈ, કારોબારી સમિતિના ચેરમેન જ્યોતિબેન, અન્ય આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

OB Banner summer
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો