gurunanak jayanti

Guru Nanak Dev: પ્રકાશ પર્વ પર ગુરુ નાનક દેવજીને નમન, શબદ કીર્તનમાં સહભાગી થયા PM મોદી

Guru Nanak Dev: પ્રધાનમંત્રીએ શીખ ગુરુઓના બલિદાન અને સેવાના વારસાને યાદ કર્યો; ‘સરબત દા ભલા’ની ભાવના, વિશ્વ શાંતિ અને યુવાનોને વ્યસનથી દૂર રાખવાનો સંદેશ આપ્યો

WhatsApp Channel Follow કરો →

નવી દિલ્હી, 24 નવેમ્બર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના પવિત્ર અવસરે શબદ કીર્તનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ગુરુઓની આધ્યાત્મિક પરંપરા, રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટેના બલિદાન તેમજ માનવ કલ્યાણના સંદેશને યાદ કર્યો. પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં ‘સરબત દા ભલા’ એટલે કે સૌના કલ્યાણની ભાવનાને આજના વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી.

Guru Nanak Dev

ગુરુબાની અને કીર્તન આધ્યાત્મિક સાધનાનો માર્ગ

પ્રધાનમંત્રીએ ગુરુબાનીના (Guru Nanak Dev) શબદ અને કીર્તનને માત્ર સંગીત નહીં, પરંતુ આધ્યાત્મિક સાધના અને જ્ઞાનનો અનુભવ ગણાવ્યો હતો. તેમણે ગુરુ નાનક દેવજીના ‘કિરત કરો, વંડ છકો, નામ જપો’ના ઉપદેશને જીવનમાં મહત્વપૂર્ણ ગણાવ્યો અને ગુરુદ્વારામાં સેવા, લંગર તથા સંગત સાથે જોડાયેલા અનુભવો યાદ કર્યા હતા.

શીખ ગુરુઓના બલિદાનને નમન

Guru Nanak Dev

પ્રકાશ પર્વ સાથે ગુરુ તેગ બહાદુર જીની 350મી શહીદી વર્ષગાંઠના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ધર્મ, આસ્થા, માનવીય મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખના રક્ષણ માટે તેમના બલિદાનને યાદ કર્યું હતું. ભાઈ મતી દાસ જી, ભાઈ સતી દાસ જી અને ભાઈ દયાલા જીના બલિદાનનો ઉલ્લેખ કરતાં તેમણે શીખ પરંપરાને દેશ અને સંસ્કૃતિ માટે સર્વસ્વ અર્પણ કરવાની પ્રેરણાનો વારસો ગણાવ્યો હતો.

સાથે જ સરદાર તેજા સિંહ સમુંદ્રી જીના યોગદાનને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો:-

ગુરુઓના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસો

પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહ જીના(Guru Nanak Dev) 350મા પ્રકાશ પર્વ, ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ અને ગુરુ તેગ બહાદુર જીના 400મા પ્રકાશ પર્વ સહિત અગાઉ યોજાયેલી રાષ્ટ્રીય ઉજવણીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 26 ડિસેમ્બરે મનાવવામાં આવનારા વીર બાલ દિવસને પણ યાદ કર્યો, જે સાહિબજાદાઓના શૌર્ય અને બલિદાનની ગાથા નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

‘સરબત દા ભલા’ અને વ્યસનમુક્ત યુવાનોનો સંદેશ

વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષો અને નિર્દોષ લોકોની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં મોદીએ શાંતિ, સુરક્ષા અને દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જીવન જીવવાની તક મળે તે માટે ‘સરબત દા ભલા’ની ભાવનાને મહત્વપૂર્ણ ગણાવી હતી.

તેમણે યુવાનોને વ્યસનથી દૂર રાખવા અપીલ કરી હતી. પરિવાર, સંગત, ગુરુદ્વારા અને સામાજિક સંસ્થાઓ યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપે તો તેઓ પોતાના સપના પૂર્ણ કરી શકે અને પરિવાર તથા દેશનું ગૌરવ વધારી શકે, એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)