Goods Train

RJT Parcel Revenue: રાજકોટ રેલવેનો નવો રેકોર્ડ: ₹15 કરોડ પાર્સલ આવક

RJT Parcel Revenue: નાણાકીય વર્ષ 2025–26માં 43.10% નો રેકોર્ડ વધારો • ડિજિટલ પેમેન્ટ 95% થી વધુ

રાજકોટ, 05 એપ્રિલ: RJT Parcel Revenue: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં પાર્સલ આવકના ક્ષેત્રમાં પ્રથમ વખત ₹15 કરોડનો આંકડો વટાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડિવિઝને આ સમયગાળા દરમિયાન ₹15.05 કરોડની પાર્સલ આવક મેળવી છે, જે પાછલા નાણાકીય વર્ષ 2024-25ના ₹10.54 કરોડની સરખામણીએ 43.10% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

રાજકોટ ડિવિઝન દ્વારા ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરીને 42 અસ્કયામતો (Assets) નો પૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી કાર્યક્ષમતામાં ધરખમ વધારો નોંધાયો છે.

સંસાધનોનો અસરકારક ઉપયોગ :

RJT Parcel Revenue: આ સિદ્ધિમાં પ્રથમ વખત 24 ટનની ક્ષમતા ધરાવતી 34 પાર્સલ વેન (VP) જોડીને તેનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો મોટો ફાળો રહ્યો છે. આ માધ્યમથી 765.16 ટન વધારાના માલનું લોડિંગ કરવામાં આવ્યું, જેનાથી ₹66.09 લાખની વધારાની આવક થઈ. આ સાથે ડિવિઝને ટ્રાફિકના નવા સ્ત્રોતોનો પણ સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે.
રાજકોટ ડિવિઝને ઇતિહાસમાં પ્રથમ વખત ₹15 કરોડની પાર્સલ આવકનો માઇલસ્ટોન પાર કરીને નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે ડિવિઝનની શ્રેષ્ઠ કાર્યક્ષમતાનું પ્રમાણ છે.

RJT Parcel Revenue

વિવિધ ચીજવસ્તુઓનું પરિવહન:

RJT Parcel Revenue: માલસામાન પરિવહનના ક્ષેત્રમાં ડિવિઝને વિવિધ પ્રકારની વસ્તુઓનું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે, જેમાં મુખ્યત્વે સમાવેશ થાય છે: ઇમિટેશન જ્વેલરી, ઘરવખરીનો સામાન અને બ્રાસ પાર્ટ્સ (પિત્તળના ભાગો), ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાપડ (ટેક્સટાઇલ), શાકભાજી અને ફળો, જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ (Perishable Items) અને અન્ય વિવિધ ચીજવસ્તુઓ.

નાણાકીય વર્ષ 2025-26માં કુલ 4,55,555.05 ક્વિન્ટલ માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે 3,59,288.01 ક્વિન્ટલ હતું.

ડિજિટલ ક્રાંતિ અને પારદર્શિતા: આધુનિકીકરણ તરફ ડગ માંડતા ડિવિઝને પાર્સલ સેવાઓને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવી છે:

કેશલેસ ટ્રાન્ઝેક્શન: પાર્સલ પેમેન્ટનો 95% થી વધુ હિસ્સો હવે ડિજિટલ માધ્યમથી મેળવવામાં આવે છે.

100% કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ: સમગ્ર ડિવિઝનમાં કોમ્પ્યુટરાઈઝ્ડ પાર્સલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

લાઈવ ટ્રેકિંગ: હવે ગ્રાહકોને પાર્સલનું લાઈવ ટ્રેકિંગ અને સમયસર રસીદના મેસેજ (SMS) મળે છે, જેનાથી ડિલિવરી ઝડપી અને સુરક્ષિત બની છે.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સફળતા ડિવિઝનની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા, ટીમવર્ક અને ગ્રાહક-કેન્દ્રી સેવાઓનું પરિણામ છે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આવી જ રીતે નવી ઊંચાઈઓ સર કરીને ભારતીય રેલવેમાં પોતાની વિશિષ્ટ ઓળખને વધુ મજબૂત બનાવશે.