news flash

Mumbai Heavy Rain: મુંબઈમાં ભારે વરસાદથી રાજકોટ મંડળની અનેક ટ્રેનો રદ

Mumbai Heavy Rain: મુંબઈ મંડળમાં ભારે વરસાદના કારણે રેલવે કામગીરી પ્રભાવિત, મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસવાની અપીલ

​07.07.2026 ના રોજ 13.00 વાગ્યા સુધીનું અપડેટ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાજકોટ, 07 જુલાઈ: ​Mumbai Heavy Rain: મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

​રદ કરાયેલી ટ્રેનો:

1) ​07.07.2026 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ રહેશે.
2) ​07.07.2026 ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ રહેશે.
3) ​07.07.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
4) ​08.07.2026 ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ રદ રહેશે.
5) ​09.07.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે.
6) ​07.07.2026 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ રહેશે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

​મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેક ઉપલબ્ધ ન હોવાને લીધે ઉપરોક્ત તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.

મુસાફરોઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના (કોચ કમ્પોઝિશન) અને સમય સબંધી વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.