Mayor Jagannath Rathyatra route visit

Jagannath Rathyatra: 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટનું સંયુક્ત નિરીક્ષણ

ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિતના મહાનુભાવોએ સમગ્ર રથયાત્રા રૂટનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાની આપી સૂચના

ખાસ અહેવાલ: ગોપાલ મેહતા
અમદાવાદ, 10 જુલાઈ:
Jagannath Rathyatra: 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાદવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સમગ્ર રથયાત્રા રૂટનું સંયુક્ત સ્થળ નિરીક્ષણ, માર્ગ પરની નાગરિક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થાઓ તથા વિવિધ વિભાગોની કામગીરીની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રથયાત્રા પૂર્વે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તેમજ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા ભાર મૂકવામાં આવ્યો હતો.

રૂટ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, વિવિધ કમિટીઓના ચેરમેનઓ, ઉત્તર અને મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર રૂટ પર માર્ગોની સ્થિતિ, (Jagannath Rathyatra) સફાઈ વ્યવસ્થા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, જાહેર સુવિધાઓ સહિત વિવિધ વિભાગોને સંબંધિત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખી તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજન સાથે તમામ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભગવાનના રથ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા શ્રદ્ધાળુઓ તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દરેક વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ (Jagannath Rathyatra)પર આવેલા જર્જરિત મકાનોને અગાઉથી નોટિસ આપી જોખમી ભાગો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે જ્યાં જરૂર જણાઈ છે ત્યાં ગ્રીન નેટ અને પતરાં લગાવી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત રૂટ પર આવેલા મોટા વૃક્ષોનું નિરીક્ષણ કરીને જરૂરી ટ્રિમિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અવરોધરૂપ સ્થિતિ સર્જાય નહીં.

Jagannath Rathyatra Mayor visit route

મેયરએ વધુમાં જણાવ્યું હતું કે, જર્જરિત મકાનો પાસે રથયાત્રાના (Jagannath Rathyatra) દિવસે પોલીસ બંદોબસ્ત ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પણ ફરજ નિયત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મંદિરના ટ્રસ્ટીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ કમિટીઓના ચેરમેનઓ,ધારાસભ્ય કૌશિકભાઈ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે અને જ્યાં જરૂરી હતું ત્યાં સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે માર્ગોના રિપેરિંગ, જર્જરિત મકાનો અંગે જરૂરી કાર્યવાહી, સુરક્ષા વ્યવસ્થા તેમજ રૂટ પર આવેલા મોટા વૃક્ષોના ટ્રિમિંગ સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. તેમણે ભગવાન જગન્નાથજી મંદિરથી રણછોડજી મંદિર સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરતાં ક્યાંય કોઈ ખામી જોવા મળી ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગોતરી, સુવ્યવસ્થિત અને સંકલિત કામગીરીની પ્રશંસા વ્યક્ત કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થશે.

રથયાત્રા પૂર્વે યોજાયેલા આ સંયુક્ત રૂટ નિરીક્ષણ દ્વારા વિવિધ વિભાગોની તૈયારીઓનું સ્થળ પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા, પરસ્પર સંકલન જાળવવા અને સમયમર્યાદામાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરીને રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો:- Cotton Farmers Gujarat: કપાસ ઉત્પાદન વધારવા ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ અમલમાં

અત્રે ઉલ્લેખનીય છે કે, 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નું આયોજન થવા જનાર છે, જેમાં અ.મ્યુ.કો.ના મધ્ય ઝોન અને ઉત્તર ઝોનના વિસ્તારોનો સમાવેશ થાય છે.જગન્નાથ મંદિરથી મોસાળ સુધીનો રસ્તો 5.5 કિમીનો છે તથા મોસાળથી પરત નિજ મંદિર નો રસ્તો 8.5 કિમીનો છે.કુલ રથ યાત્રાનો રૂટ અંદાજિત 14 કિમીનો છે.

મધ્ય ઝોન ઇજનેર વિભાગ રથયાત્રા રૂટ ઉપર રથયાત્રા અગાઉ 2800 મીટર રોડ રીસરફેસ તથા 4584 ચો.મી. પેચ વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. તદુપરાંત 5200 રનિંગ મીટર ફૂટપાથ નવી બનાવેલ છે તેમજ 1495 રનિંગ મીટર ફૂટપાથ રીપેર કરવામાં આવેલ છે. રથયાત્રા રૂટ ઉપરની તમામ ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઇનના મશીન હોલ તેમજ કેચપીટની સફાઈ કરવામાં આવેલ છે તથા રથયાત્રા રૂટ ઉપર થર્મોપ્લાસ્ટ તેમજ કલર પેઇન્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ભક્તજનો દ્વારા બનાવેલ પાણીની પરબો ઉપર ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા રાખેલ છે.

રૂ.19 કરોડના ખર્ચે 1200 મીટરના જમાલપુર ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા સુધી હેરિટેજ થીમ આધારિત ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ લેવામાં આવેલ છે.જે પૈકી જમાલપુર મંદિર પાસે પ્લાઝા તથા જમાલપુર દરવાજા પાસે હેરિટેજ થીમ આધારિત રોડનું કામ પૂર્ણ થયેલ છે.ઉત્તર ઝોન ઇજનેર વિભાગ દ્વારા સરસપુરમાં જુદી-જુદી પોળમા રૂ 4.86 કરોડના ખર્ચે આર.સી.સી રોડ અને પેવર બ્લોક્ની કામગીરી હાથ ધરેલ છે. રથયાત્રા રૂટ પરના મશીનહોલ/કેચપીટ, સે‍ન્‍ટ્લ વર્જ,ફુટપાથ,સર્કલ રીપેરીંગ કરેલ છે.

રથયાત્રા રૂટ પરના બ્રિજ,સર્કલ,ફુટપાથ,સેન્ટ્રલ વર્જને કલર કામ તેમજ આશરે 650 મીટર નવી ફૂટપાથ બનાવામાં આવેલ છે. રથયાત્રા રૂટ પરના રસ્તા પર થર્મોપ્લાસ્ટ પેઈન્‍ટીગની કામગીરી કરવામાં આવેલ છે.ઉત્તર ઝોન ખાતે રથયાત્રા અગાઉ 1200 રનિંગ મીટર રોડ રીસરફેસ તથા જેટ પેચર દ્વારા 750 ચો.મી. કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

મધ્ય ઝોન દ્વારા રથયાત્રાના (Jagannath Rathyatra) દરમિયાન વરસાદ પડે ત્યારે આગોતરા આયોજનનાં ભાગ રૂપે મધ્યઝોનમાં શાહપુર માધ્યમિક સ્કૂલ પાસે વરૂણ પંપનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. તદુપરાંત અન્ય વોટર લોગીંગ સ્પોટ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સુપર સક્કર મશીન તેમજ ટ્રોલી માઉન્ટેડ પંપની ગોઠવણ કરવામાં આવશે તથા રથયાત્રા રૂટ ઉપર ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઈન ચોકીગની આકસ્મિક કામગીરીના નિવારણ માટે હાઇફ્લો જેટીગ મશીન,સકશન મશીન રથયાત્રા રૂટ ઉપર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.

ઉત્તર ઝોન દ્વારા રથયાત્રાના દરમ્યાન વરસાદ પડે ત્યારે આગોતરા આયોજનનાં ભાગ રૂપે વોટર લોગીંગ સ્પોટ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સુપર સક્કર મશીન તેમજ ૪ જગ્યાએ વરુણ પંપ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે તેમજ ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઈન ચોકીગની આકસ્મિક કામગીરીના નિવારણ માટે હાઇફ્લો જેટીંગ મશીન,સકશન મશીનરી તથા મેનપાવર રથયાત્રા રૂટ ઉપર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.

⏳ આજે ખાસ ઓફર – સ્ટોક લિમિટેડ!
🛍️ ₹99 થી શરૂ – હવે જ શોપ કરો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔄 સરળ રિટર્ન

એસ્ટેટ અને નગર વિકાસ ખાતું મધ્ય ઝોન દ્વારા મધ્ય હદ વિસ્તારમાં રથયાત્રા રૂટ પર કુલ 253 ભયજનક/જર્જરિત મકાનોને ધી જી.પી.એમ.સી એક્ટ ની કલમ-264/268ની નોટીસ આપવામાં આવેલ છે. 2024 વર્ષમાં 52 જેટલા ભયજનક મકાનો/મકાનના ભયજનક ભાગ ઉતારવામાં આવેલ તથા 2025માં 56 જેટલા ભયજનક મકાનો/મકાનના ભયજનક ભાગ ઉતારવામાં આવેલ છે અને વર્ષ 2026માં 31 ભયજનક મકાનોનો ભાગ દૂર કરવામાં આવેલ છે .અત્યંત ભયજનક હોઈ તેવા બાંધકામોની બહાર લોકોનો પ્રવેશ અટકાવવા ઈજનેર વિભાગ દ્વારા પતરા મારવામાં આવે છે.

તમામ 544 બાંધકામો ઉપર AMCના એક કર્મચારીની ડ્યુટી ફાળવવામાં આવેલ છે.જે સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે રહી ભયજનક મકાનની ઉપર અથવા નીચે કોઈ ઉભા ન રહે તેની ખાતરી કરવાની રહેશે. એસ્ટેટ ઉત્તર ઝોન દ્વારા ઉત્તરઝોન હદ વિસ્તારમાં સરસપુર રખિયાલ વોર્ડમાં આંબેડકર હોલથી રણછોડરાય મંદિર સુધીના રથયાત્રા રૂટ પર કુલ 18 રહેણાંક મકાનોને ધી જીપીએમસી એક્ટની કલમ 264 મુજબની ભયજનક મકાન અન્વયેની નોટીસ આપવામાં આવેલ છે. જે પૈકી 12 મકાનમાં વસવાટ ચાલુ છે તથા 6 મકાનમાં વસવાટ બંધ છે.

AMCના હેલ્થ વિભાગ દ્વારા રથયાત્રા સાથે 1 એમ્બ્યુલન્સ આગળ તથા 1 એમ્બ્યુલન્સ પાછળ રાખવામાં આવશે. ઉપરાંત જમાલપુર મંદિર, દાણાપીઠ અ.મ્યુ.કો. ઓફિસ, સરસપુર અર્બન હેલ્થ સેન્ટર, દરિયાપુર દરવાજા, શાહપુર અર્બન હેલ્થ સેન્ટર, મિર્જાપુર કોર્ટ પાસે હેલ્થ ટીમ રાખવાં આવશે તથા અ.મ્યુ.કો.ની એલજી , વી.એસ , શારદાબેન હોસ્પિટલ ચાલુ રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના તમામ તથા ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત રાખવામાં આવશે. 15 મેડિકલ ઓફિસર એન્ડ 100 કર્મચારીઓ ડ્યુટી પર હાજર રહેશે.

રથયાત્રા રુટ પર કુલ 745 સ્ટ્રીટલાઇટ પોલ્સ આવેલ છે .જે તમામ ચેક કરવામાં આવેલ છે. જે જગ્યા પર અંધારુ જણાતું હોય તેવા લોકેશન પર કુલ અંદાજે 560 એલ.ઈ.ડી. ફ્લડ લાઈટ લગાવવામાં આવેલ છે. પાવર બેક અપ માટે ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા કુલ 11 નંગ ડી.જી. સેટ મુકવામાં આવનાર છે. સમગ્ર રથયાત્રા રુટ ઉપર આવેલ સ્ટ્રીટલાઇટના તમામ સેક્શન ઉપર લાઇટ ખાતાના કુલ 29 સ્ટાફ તથા ઓ.એન્ડ.એમ. કરતી એજન્સીનો કુલ 28 સ્ટાફ ડિપ્લોય કરવામાં આવેલ છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રથયાત્રાના રૂટ પર 97 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. આ તમામ કેમેરા બરાબર રીતે ચાલુ રહે તે માટે સેફ એન્ડ સિક્યોર (SASA) પ્રોજેક્ટની O&M એજન્સી M/s Lookman દ્વારા 49નો ફિલ્ડ સ્ટાફ તથા નેટવર્ક કનેક્ટીવિટી માટે M/s BSNL દ્વારા 52નો ફિલ્ડ સ્ટાફ હાજર રહેનાર છે. રથયાત્રા દરમિયાન જો કોઈ કેમેરા બંધ થાય તો તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મોનિટરિંગ કરી તાકિદે ચાલુ કરાવવા સંલગ્ન ટીમ સાથે સંકલન કરવામાં આવનાર છે. તેમજ સ્માર્ટ સિટી વિભાગના કુલ 20 કર્મચારીનો સ્ટાફ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પાલડી ખાતે હાજર રહેનાર છે.

વધુમાં, પોલીસ વિભાગ દ્વારા પત્ર દ્વારા જણાવવામાં આવેલ રથયાત્રાના રૂટ ઉપરના લોકેશનની 44 સર્કિટો અને 7 પોલીસ સ્ટેશન (ગાયકવાડ હવેલી, કારંજ, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર)ને રથયાત્રાના યોગ્ય નિરીક્ષણ માટે હંગામી ધોરણે 8 MBPSથી 100 MBPS પર અપગ્રેડ કરવામાં આવેલ છે તથા રથયાત્રાના રૂટ પરના કેમેરાની ફીડ માનનીય મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, એનેક્ષી શાહીબાગ, ત્રિનેત્ર કંટ્રોલ રૂમ પોલીસ ભવન ગાંધીનગર તેમજ તંબુ ચોકી દરિયાપુર અને રંગીલા ચોકી, શાહપુર શહેર ખાતે આપવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પાલડી, અમદાવાદ શહેર વચ્ચે એમ પાંચ લીઝલાઈન હંગામી ધોરણે 500 MBPS ની કનેક્ટીવિટી એમ કુલ 13 લોકેશન પર રથયાત્રા રૂટ પરના સીસીટીવી કેમેરા લાઈવ જોઈ શકાય તે મુજબની કનેક્ટીવીટી M/s. BSNL દ્વારા આપવામાં આવેલ છે.

ફાયર વિભાગના ફાયર કંટ્રોલ રૂમ પાલડી, જમાલપુર,મણિનગર, ગોમતીપુર,સાબરમતી, નિકોલ, નરોડા, થલતેજ, અસલાલી, પ્રહલાદનગર, નવરંગપુરા, શાહપુર, ચાંદખેડા,થલતેજ, ફાયર સ્ટેશનના મીની ફાયર ફાઇટર: 10, ફાયર ફાઇટર: 01, વોટર ટેન્કર 01, ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર: 08, ફર્સ્ટ રિસ્પોન્સ વેહિકલ: 02, એમ્બ્યુલન્સ: 09 એમ કુલ: 31 વાહનો તથા ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ-ફાયર ઓફિસર, જમાદાર, ડ્રાઇવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન એમ કુલ: 207 અધિકારી કર્મચારીઓ રથયાત્રા ની ડ્યુટી પર રહશે.

મધ્યઝોનમાં સમાવિષ્ટ રથયાત્રા રૂટ પર સો.વે.મે. વિભાગ દ્વારા નીચે મુજબનું સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે.કાયમી સફાઈ કામદારો પ્રથમ પાળીમાં-130, કાયમી સફાઈ કામદારો બીજી પાળીમાં-130, આર.ડબ્લ્યુ.એ. સંસ્થાના, કામદારો-170, ન્યુસન્સ ટેન્કરની સંખ્યા – 04, રૂટમાં ફાળવેલ D to D વાહનની સંખ્યા -20, મોબાઈલ ટોઇલેટ વાન-10, ફાળવેલ સ્વીપર મશીન – 04, કોમ્પેક્ટર મશીન -04, એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારવામાં આવેલ 31 ભયજનક મકાન / મકાનના ભાગના C&D વેસ્ટને મધ્યઝોન સો.વે.મે. વિભાગ દ્વારા નીકાલ કરવામાં આવેલ છે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

રથયાત્રા રૂટમાં આવતા રેસીડેન્સ તથા કોમર્શિયલ એકમોમાં IEC કરી દરેકને ડસ્ટબિન રાખી ડસ્ટબિનમાં જ કચરો રાખવા સુચન કરવામાં આવેલ છે તેમજ ડોર ટુ ડોર ની ગાડી માં કચરો નાખવા જાણ કરવામાં આવે છે. મધ્યઝોન સો.વે.મે. દ્વારા સમગ્ર રથયાત્રા રૂટમાં માટીકામ અને બ્રશકામ દ્વારા અંદાજીત 07 ટન જેટલો માટી અને કીચડ દુર કરવામાં આવેલ છે હાલમાં કામગીરી ચાલુ છે.રથયાત્રા રુટમાં આવતા તમામ 14 પબ્લિક ટોયલેટ, 15- યુરીનલ અને ન્યુસન્સ પોઈન્ટ પર રેગ્યુલર આદર્શ સફાઈ કરાવી એસીડ, ફીનાઈલ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

ઉત્તર ઝોનમાં કાલુપુર બ્રિજથી જાગનાથ મંદિર સર્કલથી હરીભાઈ ગોદાણી સર્કલ થઇ બાલભવન રોડથી સરસપુર ચાર રસ્તા (શા.ચી.લા. સર્કલ) રથયાત્રા રૂટ ઉપર નીચે મુજબ વ્યવસ્થા ગોઠવેલ છે.પ્રથમ, બીજી અને ત્રીજી પાળીમાં કુલ 105 સફાઈ કામદાર ફાળવેલ છે. ન્યુસન્સ ટેન્કર 05 ફાળવેલ છે. રસોડાવાળી જગ્યાએ તેમજ રૂટમાં 20 છોટા હાથી ફાળવેલ છે. મોબાઈલ ટોઇલેટ વાન -05 સાથે 01 સ્વીપર મશીન તેમજ કોમ્પેક્ટર મશીન – 02 ફાળવવામાં આવેલ છે.રહેણાક તેમજ કોમર્શીયલ વિસ્તારમાં IEC કરીને ફરજીયાત ડસ્ટબિન રાખી ડસ્ટબિનમાં જ કચરો રાખવા સુચના આપવામાં આવેલ છે. રથયાત્રા પરત ફર્યા બાદ તમામ રસોડા ફિનાઈલથી ધોવડાવવામાં આવે છે તેમજ જંતુનાશક પાવડર છંટકાવ કરાવવામાં આવે છે.

રથયાત્રાના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર રુટ પર 20 નંગથી વધુ બોક્ષ પિલર તેમજ 50થી વધુ હોર્ડિંગ્સ લગાવવામાં આવશે. સમગ્ર રુટ પર વિવિધ જગ્યાએ પીવાના પાણીની પરબ બનાવવાની તથા તે અંગેના સાયનેજીસ લગાવવાની કામગીરી કરવામાં આવશે.

સેન્ટ્રલ વર્કશોપ દ્વારા જરૂરીયાત મુજબ વોટર ટેન્કર – 03 નંગ, મોબાઇલ ટોયલેટ – 17 નંગ તથા અન્ય જરૂરી વાહનો જે તે વિભાગોની માંગણી મુજબ રથયાત્રાના રૃટ પર ફાળવવામાં આવે છે. રથયાત્રા દરમ્યાન પ્રાણીસંગ્રહાલયની ટીમ અગર કોઈ હાથી બેકાબૂ થાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સૂચના મુજબ અને પોલીસ ખાતાનો સહકાર લઈને હાથીને અંકુશમાં લેવાની કામગીરી કરશે.