train 5

Veraval Prayagraj Special Train: વેરાવળ–પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે

Veraval Prayagraj Special Train: પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને પ્રયાગરાજ વચ્ચે ચલાવવામાં આવશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

​ ટિકિટોનું બુકિંગ 30 જુલાઈથી શરૂ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાજકોટ, 28 જુલાઈ: Veraval Prayagraj Special Train: મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ – પ્રયાગરાજ – વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ 8-8 ફેરા માટે ચલાવવામાં આવશે.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ સ્પેશિયલ ટ્રેનની વિગત નીચે મુજબ છે:

​ટ્રેન નંબર 04174 વેરાવળ – પ્રયાગરાજ સ્પેશિયલ 07 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર, 2026 સુધી દર શુક્રવારે વેરાવળથી રાત્રે 22.00 વાગ્યે ઉપડશે અને રવિવારે સવારે 05.50 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

​આ જ રીતે, ટ્રેન નંબર 04173 પ્રયાગરાજ – વેરાવળ સ્પેશિયલ 06 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર, 2026 સુધી દર ગુરુવારે પ્રયાગરાજથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.15 વાગ્યે વેરાવળ પહોંચશે.

​આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

​આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, નવાગઢ, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંકશન, ટૂંડલા જંકશન, ઈટાવા જંકશન, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર ઊભી રહેશે.

​ટ્રેન નંબર 04174 વેરાવળ – પ્રયાગરાજ સ્પેશિયલ માટે ટિકિટોનું બુકિંગ 30 જુલાઈ, 2026 (ગુરુવાર) થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો (PRS) અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.