Diwali Extra Bus પાનસેરિયા

Diwali Extra Bus: સુરત ST બસ સ્ટેશનની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

  • Diwali Extra Bus: દિવાળીના પર્વે વતન તરફ જતાં મુસાફરો સાથે આત્મીય સંવાદ કરી વધુમાં વધુ મુસાફરોને વિશેષ બસ સેવાનો લાભ લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અપીલ કરી….
  • દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ દ્વારા 1,500થી વધુ વધારાની બસોનું આયોજન….
તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

સુરત, 07 નવેમ્બર: Diwali Extra Bus: દિવાળી એટલે આનંદ, ઉત્સાહ અને પરિવાર સાથે ખુશીઓ વહેંચવાનો પર્વ. આ પર્વે દરેક વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી શકે અને સલામત રીતે પોતાના વતન સુધી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), સુરત વિભાગ દ્વારા ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ સેવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Diwali Extra Bus

દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની (Diwali Extra Bus) વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત વિભાગ દ્વારા 1,500થી વધુ વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને પોતાના વતન સુધી સુવિધાસભર અને સલામત મુસાફરી મળી રહે તે માટે આ વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

આ વિશેષ બસ સેવાનો(Diwali Extra Bus) પ્રારંભ તા. 4 નવેમ્બર, 2026ના રોજ સાંજે 5:00 કલાકે થઈ ચૂક્યો છે. આ પ્રસંગે ગત રોજ તા. 7 નવેમ્બર, 2026ના રોજ માનનીય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત એસ.ટી. બસ સ્ટેશનની મુલાકાત લઈ ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ સેવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો:- Medicine Price List: 9 નવેમ્બરથી કેન્સરની 1000થી વધુ દવાઓ સસ્તી થશે

મંત્રીએ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી તેમની મુસાફરી, સુવિધાઓ અને વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. દિવાળીના પર્વે પોતાના વતન તરફ પ્રયાણ કરી રહેલા મુસાફરો સાથે સંવાદ સાધી મંત્રીશ્રીએ તેમની મુસાફરી સુખદ અને સલામત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Diwali Extra Bus

આ પ્રસંગે મંત્રીએ વધુમાં વધુ મુસાફરોને ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ (Diwali Extra Bus) સેવાનો લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, તહેવારોના આ આનંદમય અવસરે મુસાફરોને તેમના પરિવારજનો સુધી સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા, સલામતી અને સમયસર પરિવહન માટે નિગમના કર્મચારીઓ અને અધિકારીઓ સતત કાર્યરત છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

આ વિશેષ આયોજન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગથી તહેવારોના સમયમાં નાગરિકોને સુવિધાસભર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિવાળીના પાવન પર્વે કોઈ પણ મુસાફરને પોતાના વતન પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકાર અને નિગમ દ્વારા સંવેદનશીલતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી એક્સ્ટ્રા બસ સેવા તા. 4 નવેમ્બરથી 8 નવેમ્બર, 2026 સુધી…

દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સુરત વિભાગ દ્વારા તા. 4 નવેમ્બરથી તા. 8 નવેમ્બર, 2026 સુધી આ વિશેષ બસ સેવા અમલમાં રહેશે.

આ આયોજન અંતર્ગત વિવિધ સ્થળોએથી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને પોતાના વતન સુધી પહોંચવામાં સરળતા રહે. દિવાળીના પર્વે પોતાના પરિવાર સાથે ખુશીઓ વહેંચવા જઈ રહેલા દરેક મુસાફરની મુસાફરી સુખદ, સલામત અને યાદગાર બને તે જ આ વિશેષ બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ છે.