pm swanidhi yojana

SVANidhi Samman Award 2026: PM-સ્વનિધિ યોજનામાં અમદાવાદ મહાનગરપાલિકા દેશભરમાં બીજા ક્રમે

SVANidhi Samman Award 2026: સ્વનિધિ સન્માન એવોર્ડ-2026 હેઠળ PM-સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે ULB શ્રેણીમાં અમદાવાદ મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત થયો.

  • SVANidhi Samman Award 2026: નવી દિલ્હી ખાતે યોજાયેલા “સ્વનિધિ સન્માન એવોર્ડ સમારંભ”માં કેન્દ્રીય મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, મનોહર લાલજીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
  • અમદાવાદ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં સૌથી વધુ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરી છે
  • અમદાવાદમાં અંદાજે 2.29 લાખ જેટલા શેરી ફેરિયાઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે ઈન્દોરમાં અંદાજે 2.02 લાખ જેટલા લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા
  • પેરામીટર્સના નિર્ધારિત વેઇટેજના આધારે પ્રાપ્ત થયેલા ગુણાંક મુજબ રાષ્ટ્રીય સ્તરે રેન્કિંગ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ કામગીરી સાથે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે
WhatsApp Channel Follow કરો →

અમદાવાદ, 20 નવેમ્બર: SVANidhi Samman Award 2026: ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, નવી દિલ્હી દ્વારા કોરોના મહામારી દરમિયાન અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ-સ્વનિધિ) યોજના હેઠળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને લોન અપાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. મહત્તમ શેરી ફેરિયાઓને આ યોજનાનો લાભ અપાવી તેમને આત્મનિર્ભર બનાવવા, તેમના જીવનધોરણમાં સુધારો લાવવા તેમજ પીએમ-સ્વનિધિ યોજના સાથે સંકળાયેલી અન્ય 08 સરકારી યોજનાઓના લાભ શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારના તમામ સભ્યો સુધી પહોંચાડીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની કામગીરી બદલ અમદાવાદ મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય સ્તરે ULB શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ સંદર્ભમાં વધુમાં ઉલ્લેખનીય છે કે, પીએમ-સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં સૌથી વધુ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદમાં અંદાજે 2.29 લાખ જેટલા શેરી ફેરિયાઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે ઈન્દોરમાં અંદાજે 2.02 લાખ જેટલા લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, આ એવોર્ડ માટે દેશભરની મહાનગરપાલિકાઓની કામગીરીનું મૂલ્યાંકન માત્ર યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યાના આધારે નહીં, પરંતુ વિવિધ નિર્ધારિત પેરામીટર્સ અને તેના આધારે નક્કી કરવામાં આવેલા વેઇટેજના આધારે કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ-સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ લોનનું એકંદર વિતરણ (First Loan Disbursement Overall), પ્રથમ લોનની સફળતાપૂર્વક ભરપાઈ કરનાર લાભાર્થીઓ પૈકી બીજા તબક્કાની લોન મેળવનાર લાભાર્થીઓનું પ્રમાણ (Second Loan Convergence), બીજી લોનની ભરપાઈ કરનાર લાભાર્થીઓ પૈકી ત્રીજી લોન મેળવનાર લાભાર્થીઓનું પ્રમાણ (Third Loan Convergence) તેમજ સપ્ટેમ્બર-2025માં યોજનાના પુનર્ગઠન બાદના બીજા તબક્કામાં પ્રથમ લોનના વિતરણ (Post Restructuring First Loan Disbursement) જેવા મહત્ત્વપૂર્ણ માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પેરામીટર્સના નિર્ધારિત વેઇટેજના આધારે પ્રાપ્ત થયેલા ગુણાંક મુજબ રાષ્ટ્રીય સ્તરે રેન્કિંગ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ કામગીરી સાથે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ બદલ તા. 20/11/2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા(SVANidhi Samman Award 2026) “સ્વનિધિ સન્માન એવોર્ડ સમારંભ”માં કેન્દ્રીય મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, નોહર લાલજીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, તથા યુ.સી.ડી. ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ પણ વાંચો:- Gujarat Assam Partnership: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં આસામ બનશે ‘પાર્ટનર સ્ટેટ’

પીએમ-સ્વનિધિ યોજના : લોનના ત્રણ તબક્કા

પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ-સ્વનિધિ) યોજનાના અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન જૂન-2020થી ડિસેમ્બર-2024 સુધીમાં શેરી ફેરિયાઓને પ્રથમ લોન રૂ. 10,000/-, બીજી લોન રૂ. 20,000/- તથા ત્રીજી લોન રૂ. 50,000/- આપવામાં આવતી હતી.

MOHUA (મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર) દ્વારા સપ્ટેમ્બર-2025માં આ યોજનાનું પુનર્ગઠન કરીને બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યો છે. આ તબક્કામાં પ્રથમ અને બીજી લોનની રકમ અનુક્રમે રૂ. 10,000/-થી વધારી રૂ. 15,000/- તથા રૂ. 20,000/-થી વધારી રૂ. 25,000/- કરવામાં આવી છે, જ્યારે ત્રીજી લોનની રકમ રૂ. 50,000/- યથાવત્ રાખવામાં આવી છે. આ ઉપરાંત, જે ફેરિયાઓએ બીજી લોન સમયસર ભરપાઈ કરી હોય તેમને રૂ. 30,000/- સુધીની ક્રેડિટ લિમિટ ધરાવતું ક્રેડિટ કાર્ડ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

બેંકો દ્વારા કુલ રૂ. 391.61 કરોડની લોનનું વિતરણ

આ યોજના હેઠળ બંને તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 150629 શેરી ફેરિયાઓને રૂ. 161.33 કરોડની પ્રથમ લોન આપવામાં આવી છે. તે પૈકીના 55896 શેરી ફેરિયાઓને રૂ. 116,01 કરોડની બીજી લોન તથા બીજી લોનની ભરપાઈ કરનાર 22889 શેરી ફેરિયાઓને રૂ. 114.27 કરોડની ત્રીજી લોન આપવામાં આવી છે. આમ, બેંકો દ્વારા કુલ રૂ. 391.61 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

વ્યાજ સબસિડી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કૅશબૅકનો લાભ

આ યોજના હેઠળ લોનની નિયમિત ભરપાઈ કરનાર શેરી ફેરિયાઓને 07 ટકા વાર્ષિક વ્યાજ સબસિડી આપવામાં આવે છે. આ અંતર્ગત ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 12.83 કરોડની વ્યાજ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવી છે. વધુમાં, કુલ 113248 શેરી ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા બદલ અત્યાર સુધીમાં કુલ રૂ. 08.87 કરોડનું કૅશબૅક મળ્યું છે.

‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત 3,17,676 લાભાર્થીઓને લાભ

પીએમ-સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવનાર શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોને સરકારશ્રીની અન્ય આઠ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લાભ મેળવનાર 96,297 શેરી ફેરિયાઓ અને તેમના પરિવારજનોનું પ્રોફાઇલિંગ કરવામાં આવ્યું છે. જૂન-2022થી ઑક્ટોબર-2026 સુધીમાં કુલ 213 કેમ્પોનું આયોજન કરીને સરકારશ્રીની આઠ યોજનાઓ હેઠળ કુલ 3,17,676 લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે.

અગાઉ પણ PRAISE AWARD 2024થી સન્માનિત

ઉલ્લેખનીય છે કે, (SVANidhi Samman Award 2026) અગાઉ વર્ષ 2024માં પણ આ યોજનાના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ મહાનગરપાલિકાને PRAISE AWARD 2024 એનાયત કરવામાં આવ્યો હતો.

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીથી પ્રભાવિત શેરી ફેરિયાઓના ધંધા-રોજગારને ફરી બેઠા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. શેરી ફેરિયાઓને કોઈપણ પ્રકારની જામીનગીરી વગર ખૂબ જ નીચા વ્યાજદરે કાર્યકારી મૂડી ઉપલબ્ધ કરાવી તેમને ઊંચા વ્યાજના બોજમાંથી મુક્ત થવામાં તેમજ તેમના ધંધાનો વ્યાપ વધારવામાં સહાય પૂરી પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભવિષ્યમાં પણ આ સહિતની અન્ય કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોના જીવનમાં સકારાત્મક અને આમૂલ પરિવર્તન લાવવા કટિબદ્ધ છે.