108 ambulance

108 ઇમરજન્સી કોલ(emergency calls)માં વધારો, આ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા આટલા ઇમરજન્સી કોલ- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ, 18 એપ્રિલઃ ગુજરાતમાં કોરોના કેસ ઝડપ ગતિએ વધી રહ્યા છે. જે થમવાનું નામ થઈ લઈ રહ્યાં. ત્યાં બીજી તરફ 108 ઇમરજન્સી સેવાની પણ હાલત કઈંક આવી છે. કેમ કે 108 ઇમરજન્સી સેવા(emergency calls)માં પણ દિવસે દિવસે કોલ વધી રહ્યાં છે. અને તેમાં પણ શુક્રવારે એક દિવસ માં 25 હજાર ઇમરજન્સી કોલ નોંધાયાનું સામે આવ્યું છે. જેમાં મોટા ભાગના કોલ કોરોના દર્દીને લગતા નોંધાયા છે.

મીડિયા સાથે વાત કરતાં 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું. કે 108 ઇમરજન્સીમાં કોલ સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં ખૂબ વધુ કોલ(emergency calls) નોંધાયા છે. પહેલા સામાન્ય દિવસોમાં 3 હાજર આસપાસ કોલ નોંધાતા હતા. જે વધી એક સપ્તાહ પહેલા 7 થી 8 હજાર કોલ પર પહોંચ્યા. જેમાં ઉતરોતર વધારો થતો ગયો. બાદમાં 12 હજાર તો 15 હજાર જેટલા કોલ નોંધાયા છે. અને તેમાં પણ શુક્રવારે તો આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. કેમ કે શુક્રવારે એક દિવસમાં જ ઇમરજન્સી કોલ 25 હજાર ઉપર નોંધાયા છે.

emergency calls

મીડિયા રિપોર્ટ અનુસાર, પહેલા કોરોના માટે 30 એમ્બ્યુલન્સ કાર્યરત હતી. પણ જેમ કેસ વધતા ગયા તેમ એમ્બ્યુલન્સમાં પણ વધારો કરાતો ગયો. જે બાદ સંખ્યા 50 અને 80 પર પહોંચી અને હાલમાં અન્ય 50 એમ્બ્યુલન્સ ફળવતા આંડકો 130 ઉપર પહોંચ્યો છે. તેમજ જૂની એમ્બ્યુલન્સ પણ રીપેર કરીને તેનો ઉપયોગ લેવાઈ રહ્યો છે.

સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને મોકલવા માટે કઠવાળા 108 ઇમરજન્સી(emergency calls)ની ઓફિસ ખાતે amc ના નિષ્ણાતોની એક ટિમ પણ કાર્યરત હોવાનું જણાવાયું. જે ટિમ કોલ મળતા કઈ હોસ્પિટલ દર્દીની નજીક છે. ક્યાં બેડ ખાલી છે. ક્યાં દર્દીને મોકલી શકાય આ તમામ માહિતીની ખરાઈ કરીને દર્દીને હોસ્પિટલ પહોચાડવા કોરડીનેટ કરે છે. જેથી 108 અને amc ની સારી સેવા પૂરી પાડી શકાય.

emergency calls

એટલું જ નહીં પણ કોલ વધતા ગાંધીનગર ખાતે 50 સીટ ધરાવતું કોલ સેન્ટર પણ શરૂ કરાયું છે. તો વધુમાં 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરે લોકોને એક અપીલ પણ કરી છે. કે એક વાર એક વ્યક્તિ કે દર્દી માટે કોલ કર્યો હોય તો તેમના માટે વારંવાર કોલ ન કરવા જેથી અન્ય કોલ ડીસ્ટર્બ ન થાય અને તમામને 108 ઇમરજન્સી સેવાની સુવિધા સમય સર મળી રહે.

આ પણ વાંચો….

દુનિયાના અનેક દેશો કોરોનાથી બેહાલ છે, તેમાં આ દેશ કોરોનાને (Corona free country) હરાવતા- લોકોને માસ્ક પહેરવાથી આપ્યો છુટકારો..!