remdac

રાહતના સમાચારઃ કોરોનામાં ઉપયોગી ગણાતા રેમડેસિવિર(remdesivir rate) ઈન્જેકશન બનાવતી દરેક કંપની કર્યો કિંમતમાં ઘટાડો

અમદાવાદ, 18 એપ્રિલઃ વધતા કેસોના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે હવે રોડ રસ્તા પર જ્યારે પણ કોઈ બહાર નીકળે ત્યારે તેને રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સો દેખાતી હોય છે જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ છે. બીજી તરફ હોસ્પિટલોની બહાર પણ હવે તો એમ્બ્યુલન્સોની લાંબી લાઈ જોવા મળતી હોય છે. હોસ્પિટલોમં બેડ પણ ખૂટવા લાગ્યા છે. સાથેજ અમુક જગ્યાઓ પર તો ઓક્સિજન તેમજ વેન્ટીલેટરની પણ અછત છે જેના કારણે ત્યા ખૂબજ વીકટ પરિસ્થિતી સર્જાઈ છે. ખાસ કરીને આ સમયે રેમડેસિવિર(remdesivir rate) ઈન્જેકશનની માગ વઘી ગઈ છે. આ ઈન્જેકશન(remdesivir rate) લોકોને ક્યાય મળી નથી રહ્યા તેની ખુબજ શોર્ટેજ છે. જેના અમુક લોકો તેની કાળા બજારી પણ કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, રેમડેસિવિર(remdesivir rate)ની અછતને કારણે ભારત સરકાર દ્વારા દરે ફાર્મા કંપનીઓને વિનંતી કરવામાં આવી હતી કે આ ઈન્જેકશનનું પ્રોડકશન વધારવામાં આવે સાથેજ તેની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવે કારણકે હાલ મોટા ભાગના લોકોને કોરોનામાં આ ઈન્જેકશનની જરૂર પડતી હોય છે. પરિણામે સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીન ફાર્મા કંપની દ્વારા ઈન્જેકશન(remdesivir rate)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

remdesivir rate

જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહિયા કેડિલા કંપની દ્વારા આ ઈન્જેકશન(remdesivir rate)નું પ્રોડકશન કરવામાં આવતું હતું જેથી અછતના સમયે લોકો મોટી સંખ્યામાં લોકો કેડીલા હોસ્પિટલની બહાર લાઈન લગાવીને ઉભા હતા તેમ છતા પણ તેમને ઈન્જેકશન ન મળ્યા જેના કારણે તે સમયે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હાલ કંપની દ્વારા તેનું પ્રોડકશન વધારવામાં આવ્યું છે. કેડીલા કંપની દ્વારા રેમડેસિવિર(remdesivir rate)નું ઈન્જેકશનના ભાવ સરકારની વિનંતી બાદ ઓછા કરી દેવામાં આવ્યા છે. પહેલા આ ઈન્જેકશન(remdesivir rate) કંપની 2800 રૂપિયામાં આપતી હતી પરંતુ હવે આ ઈન્જેકશન કંપની 899 રૂપિયામાં આપશે અન્ય 7 કંપનીઓ દ્વારા પણ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી ઓછા ભાવ કેડિલા કંપની દ્વારા રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો….

108 ઇમરજન્સી કોલ(emergency calls)માં વધારો, આ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા આટલા ઇમરજન્સી કોલ- વાંચો સંપૂર્ણ માહિતી