CM vijay rupani

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને મળશે મોટી રાહત

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વનો નિર્ણય
  • આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર(corona treatment) ખર્ચમાં મળશે મોટી રાહત.
  • આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર(corona treatment)માં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે

ગાંધીનગર, 12 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર(corona treatment) માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે.

corona treatment

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.

ADVT Dental Titanium

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને નિયમિત મળતી કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો….

વડાપ્રધાન બનવાની વાતને લઇ સોનૂ સૂદે(Sonu sood) આપી આવી પ્રતિક્રિયા….વાંચો શું કહ્યું રિયલ હિરોએ…