Ahmedabad Blast Verdict: આજે બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન, સુનવણી શરુ
Ahmedabad Blast Verdict: 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા
અમદાવાદ, 09 ફેબ્રુઆરીઃ Ahmedabad Blast Verdict: આજે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજા પર થોડીવારમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. બોમ્બ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતો કોર્ટમાં વર્ચ્યૂઅલી હાજર રહેશે. દોષિતોને સાંભળ્યા બાદ તેમની સજાનું એલાન થશે. સરકાર દોષિતોને કડક સજા માટેની રજૂઆત કરશે. બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન થશે. કેસની અંતિમ સુનાવણી બાદ સજાનું એલાન થશે. 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા છે. ત્યારે ચુકાદાની સુનાવણી પર એક નજર કરીએ…
સુનાવણી શરૂ….
- બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરાઈ. બચાવ પક્ષે રજુઆત કરી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો. તો બીજી તરફ, પ્રોસિક્યુશને રજુઆત કરી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. તેથી તેમને મહત્તમ સજા થવી જોઈએ. એક ચુકાદા નો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે, વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષીતોએ આતંકી કૃત્ય કર્યું છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.
બચાવપક્ષના વકીલો આરોપીઓની સજા અંગે રજૂઆત કરશે. સરકાર દ્વારા આરોપીઓને કડક સજાની રજુઆત કરશે. બ્લાસ્ટ કેસના 49 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. તમામ આરોપીઓ વર્ચ્યુઅલી કોર્ટમાં આરોપીઓ હાજર થશે. કેસના મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ છે. કેસના આરોપીઓને કડક સજા મળે તેવી સરકાર રજુઆત કરાશે. પીડિતોને વળતરની સરકાર માંગ કરશે. આ સુનાવણી દરમિયાન અન્ય કોઈ કેસના વકીલને કોર્ટમાં પ્રવેશ નહિ અપાય. કોર્ટના અન્ય કેસના વકીલોને કેસ સુનાવણી સમયે કોર્ટ રૂમથી દૂર રખાશે. હાલ સેશન્સ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 49 આરોપીઓની સજા પર 11 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2008નો શનિવારના દિવસે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો અને આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી અને આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.
