Budget highlights: ગુજરાતભરમાં પાણી પહોંચાડવા બજેટમાં ખાસ જોગવાઈ, વાંચો બજેટ વિશેની તમામ માહિતી
Budget highlights: 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે
ગાંધીનગર, 03 માર્ચઃ Budget highlights: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે.
પશુપાલન
- પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. ૩૦૦ કરો .
- ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.૫૦૦ કરોડ.
- ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ .
- ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.૮૦ કરોડ.
- ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.૫૮ કરોડ.
- ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.૪૪ કરોડ.
- મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે જોગવાઈ રૂ. ૨૪ કરોડ.
- ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ ગોડાઉન બાંધકામ માટે જોગવાઇ રૂ. ૧૨ કરોડ.
- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ માટે જોગવાઇ રૂ.૮ કરોડ.
- કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ.૧૩૭ કરોડ.
મત્સ્યોદ્યોગ
- મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડ .
- માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર ૨ હજાર લીટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું .
- સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ. ૨૩૦ કરોડ.
- સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. ૭૫ કરોડ.
- પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -૨, માઢવાડ, પોરબંદર -૨ અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ.૨૦૧ કરોડ.
- સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૪૦ કરોડ.
- હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. ૨૬૪ કરોડ.
- પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.
- આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ.
- ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૫ કરોડ.
સહકાર
- ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૫૦ કરોડ.
- કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ.
- સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. ૧૦ કરોડ.
- ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ.૧૩ કરોડ.
- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. ર કરોડ.
જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૫૩૩૯ કરોડની જોગવાઇ
રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના ૧૩૭૧ કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇન ના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી પ૩ જળાશયો, ૧૩૦ જેટલા તળાવો અને ૮૦૦ કરતાં વધુ ચેકડેમોમાં મા નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૭૧૦ કરોડ.
કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ.
કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. ૬૫ કરોડ,
સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. ૧૬૦૦ કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.૯૩ કરોડ.
બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. ૭૦ કરોડ.
વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના ૭૨ તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૧૮૬ કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના ૩૦ તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૭૫ કરોડની યોજના. બંને યોજના માટે કુલ જોગવાઇ રૂ. ૪૫ કરોડ.
સાબરમતી નદી પર રૂ. ૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. ૨૦૦ કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.
કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે જોગવાઈ રૂ. ૧૪ કરોડ.
અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે જોગવાઈ રૂ. ૨૫ કરોડ.
ખોરસમ – માતપુર – ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૯ કરોડ.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. ૩૦૮ કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૫ કરોડ.
કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ.

સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૭૩ ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. ૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જોગવાઇ રૂ. ૧૬૧ કરોડ.
પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. ૪૫૨ કરોડની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૬૦ કરોડ.
દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ.૯૪ કરોડ.
હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે જોગવાઈ રૂ. ૧૯૫ કરોડ.
કડાણા-દાહોદ પાઈપલાઈનનું વિસ્તૃતિકરણ કરી સિંચાઈ સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૨૨૬ કરોડની યોજના માટે જોગવાઈ રૂ. ૭૦ કરોડ.
પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂ. ૧૩૩ કરોડની ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત ૨૩ ગામોને લાભ આપવા માટે જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુદા જુદા ૧૧ ગામોના આશરે ૧૬૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા આપવા માટે રૂ. ૮૪ કરોડની યોજના માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપવા, બિલિમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવા તેમજ ભૂગર્ભ જળ રીચાર્જ કરવા રૂ. ૨૫૦ કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન.
પૂર્ણા નદી ઉપર વિરાવળ-કસ્બાપર ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટરના બાંધકામ માટે રૂ.૨૫૦ કરોડની યોજનાનું આયોજન.
કર્લી રિચાર્જ જળાશય વિસ્તારને પર્યાવરણીય સ્થળ તરીકે વિકાસ કરવા તેમજ ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરીને સુદૃઢ કરવા જોગવાઇ રૂ. ૨૦ કરોડ.
કચ્છમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ જળસંગ્રહ કરવાના હેતુસર બંધારાની કામગીરી માટે જોગવાઈ રૂ. ૮ કરોડ.
ભાડભૂત બેરેજ
નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૪૦ કરોડ.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: નાણામંત્રી કનુ દેસાઈએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, વાંચો બજેટ વિશેની જરુરી બાબતો
નર્મદા યોજના
નર્મદા યોજના માટે જોગવાઇ રૂ. ૬૦૯૦ કરોડ, સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થયેલ છે. આ યોજનાના પાણીનો સિંચાઇ, જળવિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આગામી વર્ષે કચ્છ બ્રાંચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતમાં નર્મદા યોજનાની હયાત કેનાલોના સુદૃઢીકરણ અને સૌરાષ્ટ્રમાં મીસીંગ લીંક પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
સૂક્ષ્મ સિંચાઇ
ગુજરાતે સૂક્ષ્મ સિંચાઇના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. આ પદ્ધતિથી પાણીના કરકસરભર્યા વપરાશ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. છેલ્લાં બે દશકમાં અંદાજે ૨૧ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત કરી ૧૩ લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ ૧ લાખ હેકટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે જોગવાઇ રૂ. ૫૦૦ કરોડ.
પાણી પુરવઠા પ્રભાગ માટે રૂ. ૫૪૫૧ કરોડની જોગવાઇ
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી આપવા રાજ્યવ્યાપી પાણી પુરવઠાગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે, જેનાથી ૨૩૮ શહેરો અને ૧૪ હજારથી વધુ ગામોને જોડવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમલમાં મૂકેલ નલ સે જલ યોજના દ્વારા ૯૩ ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ મેળવેલ છે. આવનારા સમયમાં બાકી રહેલા ઘરોને પીવાનું પાણી પહોંચાડી ૧૦૦ ટકાની સિદ્ધિ મેળવવા સરકાર કૃતસંકલ્પ છે. શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ગટરનાં પાણીને શુદ્ધ કરી તેને પુન: ઉપયોગમાં લઇ, પર્યાવરણની જાળવણી અને પાણીના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરવાની દિશામાં સરકાર અગ્રેસર છે.
જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ યોજના દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કેન્દ્ર સરકારના રૂ. ૨૫૦૦ કરોડ અને રાજ્ય સરકારના રૂ. ૩૦૪૦ કરોડ સહિત કુલ રૂ. ૫૫૪૦ કરોડનું આયોજન.
આદિજાતિ વિસ્તારના ૬૬૨૭ ગામ-ફળીયાને પીવાના પાણીની સુવિધા આપવા પ્રગતિ હેઠળની રૂ. ૬૬૫૩ કરોડની જુથ પાણી પુરવઠા યોજના હેઠળના ૧૨૩ કામો માટે જોગવાઇ રૂ. ૭૦૯ કરોડ.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવા નાવડા-બોટાદ-ગઢડા ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટર બલ્ક પાઇપલાઇનના અંદાજિત રૂ. ૧૦૨૦ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જે માટે જોગવાઇ રૂ. ૩૧૦ કરોડ.
ભાવનગર, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓને પાણી પૂરું પાડવા ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિલોમીટર ૫૦૦ એમ.એલ.ડી ક્ષમતાની નવી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે જેની અંદાજિત કિંમત રૂ. ૧૦૪૪ કરોડ છે. જેનાથી આ યોજનામાં સમાવિષ્ટ જિલ્લાઓ માટે ૫૦ કરોડ લીટર પાણીનો વધારાનો જથ્થો ઉપલબ્ધ થશે. કામ માટે જોગવાઇ ૫૦૦ કરોડ.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે ચાર જુદી જુદી જગ્યાએ ૨૭ કરોડ લીટર (૨૭૦ એમ.એલ.ડી.) ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના કામો માટે જોગવાઈ રૂ. ૪૦૦ કરોડ.
રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત શહેરી વિસ્તારોનાં સુએઝ વોટરને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગ માટે જોગવાઈ રૂ. ૧૦૦ કરોડ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૨,૨૪૦ કરોડની જોગવાઇ સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ
કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા જોગવાઇ
૪૫ કરોડ.- કિશોરીઓમાં આયર્ન તત્ત્વની ઊણપના કારણે એનીમીયાનું પ્રમાણ જોવા મળે છે. આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું મોનીટરીંગ કરવા તેમજ આયર્ન તત્ત્વની ઊણપ દૂર કરવા તેમને આયર્ન સુક્રોઝના ઇન્જેકશન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઇ
૫ કરોડ.
બાળકોને સઘન પોષણ આપવા બાલ-અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઇ
૨૦ કરોડ.- નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ
૫ કરોડ.
સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે જોગવાઈ
૧૫૦ કરોડ.- શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદૃઢ કરવા સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવેલ છે. આ વિસ્તારોમાં આયોજન મુજબ બાકી રહેતી તમામ સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવશે. વધુમાં આ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓની ૧૨૩૮ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જે માટે જોગવાઈ
૧૬ કરોડ.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી અમૃતમ(મા)યોજનામાં રાજ્યના ૮૦ લાખ કરતા વધુ કુટુંબોને
૫ લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી લેવાયેલ છે. આ યોજના માટે જોગવાઈ૧૫૫૬ કરોડ.
૧૫મા નાણાંપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડોના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં
૩૩૪૧ કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટે જોગવાઇ૬૨૯ કરોડ.
સીંગરવા(અમદાવાદ) અને ડીસા(બનાસકાંઠા)ની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે
૩૬ કરોડના આયોજન પૈકી જોગવાઇ૮ કરોડ.
વાપીમાં ૧૦૦ બેડની નવી સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે.
ઊંઝા સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે ટેલી- રેડીયોલોજી, ટેલી-આઇ.સી.યુ., ટેલી-મેડિસીન અને ટેલી-મેન્ટલ હેલ્થની સેવાઓ માટે જોગવાઇ
૨ કરોડ.- એમ્બ્યુલન્સ સેવાઓનો વ્યાપ વધારવા નવી ૧૦૦ એમ્બ્યુલન્સ વાન અને ૧૦ મોબાઇલ સંજીવની વાન પૂરી પાડવા માટે જોગવાઇ
૨૨ કરોડ.
ટેલી-મેડિસીન કન્સલ્ટેશન અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના માટે જોગવાઇ
૫ કરોડ.- છોટા ઉદેપુર અને કચ્છ જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ૨૪ x ૭ ચાલુ રાખી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા જોગવાઇ
૨ કરોડ.
દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટર સાયકલ આધારિત ૫૦ મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરવા જોગવાઈ
૨ કરોડ.

તબીબી શિક્ષણ અને સંશોધન
- તબીબી શિક્ષણનો વ્યાપ વધારી વધુ ડોકટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં ૩૧ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં ૫૭૦૦ એમ.બી.બી.એસ.ની અને ૨૦૦૦ પી.જી.ની સીટો ઉપલબ્ધ છે. હાલ બીજી ૫ મેડીકલ કોલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળીયા અને વેરાવળ ખાતે નવી મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવશે.
- નાગરિકોને ઉચ્ચકક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના માસ્ટરપ્લાન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે જોગવાઇ
૧૦૬ કરોડ.
દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે એસ.એસ.જી. હોસ્પિટલનું આધુનિકીકરણ કરી તેમાં સ્પાઇન, કીડની અને આંખોના રોગોની ઘનિષ્ઠ સારવાર માટે
૨૦૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ૩૦ કરોડ.
દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે
૧૫૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ૨૩ કરોડ.
સિવિલ હોસ્પિટલ,અમદાવાદમાં ૯૦૦ બેડની સુવિધા સાથે નવીનીકરણ માટે
૪૫૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ૬૮ કરોડ.
સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે
૧૫૦ કરોડનાં આયોજન પૈકી જોગવાઇ૨૩ કરોડ.
પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા
૧૦૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ૧૦ કરોડ.
મેડિકલ કોલેજોનાં વિધાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે જોગવાઇ
૫૦ કરોડ.- પીડીયુ હોસ્પિટલ,રાજકોટ ખાતે પ૦૦ પથારીની ક્ષમતા ધરાવતી મેટરનિટી અને ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે જોગવાઇ
૧૪ કરોડ.
તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આયુર્વેદ અને અન્ય સેવાઓ
સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે જોગવાઇ
૧૨ કરોડ.- નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનનાં બાંધકામ માટે જોગવાઇ
૧ કરોડ.
કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાઓમાં નોંધાયેલ ન હોય તેવા લોકો પણ હવે આરોગ્ય સુવિધા સાથે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે જોગવાઇ
૫ કરોડ.- ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીંગનો વ્યાપ વધારવા સુરત ખાતે નવી લેબોરેટરી સ્થાપવામાં આવશે. જે માટે જોગવાઇ
૩ કરોડ.
સસ્તાદરે ઉત્કૃષ્ટ ગુણવત્તાની દવાઓ મળી રહે તે માટે જેનરીક સ્ટોરને પ્રોત્સાહન માટે જોગવાઇ
૨ કરોડ.
