Gujarat finance minister

Gujarat Budget 2022: નાણામંત્રી કનુ દેસાઈએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, વાંચો બજેટ વિશેની જરુરી બાબતો

Gujarat Budget 2022: બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે

ગાંધીનગર, 03 માર્ચઃ Gujarat Budget 2022: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે.  2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે. 

ગુજરાતભરમાં પાણી પહોંચાડવા બજેટમાં ખાસ જોગવાઈ
જળ સંપતિ વિભાગ માટે ૫૩૩૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં સૌની યોજાના માટે ૭૧૦ કરોડની જોગવાઇ કરાઈ છે. તો નર્મદાના પુરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીને કચ્છ પહોંચાડવાની યોજના માટે ૨૭૨ કરોડની જોગવાઇ કરાઈ. કચ્છમાં ચેકડેમ બનાવવા માટે ૬૫ કરોડની જોગવાઇ કરાઈ. તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાટણ અને બનાસકાઠામાં પાણી આપવા ૯૩ કરોડની જોગવાઇ ફાળવાઈ. આ ઉપરાંત થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન માટે ૭૦ કરોડની જોગવાઇ, અરવલ્લીના ૧૦૨  તળાવ ભરવા ૪૫ કરોડની જોગવાઇ, સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજ માટે ૩૫ કરોડની જોગવાઇ, ધરોઇ બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ૩૦ કરોડની જોગવાઇ, અમદાવાદના નળકાંઠાના ગામોને સિંચાઈનું પાણી આપવા ૨૫ કરોડની જોગવાઇ, દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ  બેરેજ અને વિયર યોજના માટે ૯૪ કરોડ તેમજ નર્મદા નદી પર મીઠા પાણીનુ સરોવર બનાવવા ભડાભૂત બેરેજ માટે ૧૨૪૦ કરોડ ફાળવાયા. તો નર્મદા યોજના માટે વર્ષ 2022 ના બજેટમાં ૬૦૯૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. 

ખેતી ક્ષેત્રે મોટી જાહેરાત
ગુજરાતના આ વર્ષના બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7737 કરોડની જોગવાઈ ફાળવાઈ. પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોડવાઈ, કૃષિ યાંત્રિકીકરણ મશીનરી ખરીદીમાં સહાય માટે 260 કરોડની જોગવાઈ ફાળવાઈ. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઈ, ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ ફાળવાઈ. તો ડ્રોનના ઉપયોગથી ખાતર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા 35 કરોડની જોગવાઈ ફાળવાઈ. રાસાયણિક ખાતર પૂરું પાડવા અને ખાતર સંગ્રહ માટે 17 કરોડની જોગવાઈ. 

  • બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે
  • બાગાયત ખાતાની યોજનાઓ માટે 369 કરોડ ની જોગવાઈ
  • કમલમ ફ્રૂટના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે 10 કરોડ ફાળવાયા
  • મધ ક્રાંતિને વેગ આપવા 10 હજાર ખેડૂતોને ઉત્પાદનમાં જોડવા 10 કરોડ ફાળવાયા
  • કૃષિ યુનિવર્સિટી કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડ ફાળવાયા
  • પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે ૩૦૦ કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ
  • ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ અને વ્યવસ્થા માટે ૫૦ કરોડની જોગવાઈ
  • સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા ૮૦ કરોડની જોગવાઈ
  • ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા ૫૮ કરોડ ફાળવાયા
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ માટે ૮ કરોડ ફાળવાયા
  • કામધેનુ યુનિવર્સિટીના સંચાલન અને સંશોધનના કાર્યક્રમને વેગ આપવા ૧૩૭ કરોડની જોગવાઈ
  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7737 કરોડની જોગવાઈ. ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8,300 કરોડની સબસીડી આપવામાં આવે છે. હાલમાં નવા વીજ જોડાણ માટે પેન્ડિંગ તમામ અરજીઓનો સપ્ટેમ્બર સુધીમાં નિકાલ થશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગાય આધારિત ખેતી કરવા માટે 213 કરોડ રૂપિયાની જોગવાઈ. વીજ જોડાણની પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ કરાશે.  
  • ખેડૂતોને ખરીફ રવિ, ઉનાળુ પાક માટે વ્યાજ રાહત યોજના માટે 1250 કરોડની જોગવાઈ, સરદાર સરોવરની યોજનાનું 69 લાખ હેક્ટરમાં સિંચાઈ ઉભી થાય. સૌની યોજનાનુ કામ આગળ વધારવા માટે 710 કરોડ રૂપિયાની જોગવાઈ. કચ્છને વધારાનુ પાણી આપવા માટે 4369 કરોડની જોગવાઈ. સનેડો ટ્રેક્ટરનો વ્યાપ વધારવા 10 કરોડની જોગવાઈ, એગ્રો ફૂડ એકમો માટે 100 કરોડીન જોગવાઈ, ખેડૂત અકસ્માત વીમા માટે 81 કરોડની જોગવાઈ

આ પણ વાંચોઃ Examination of non-secretariat clerk: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, વાંચો ક્યારે લેવાશે એક્ઝામ

  • નર્મદા યોજના માટે 26090 કરોડીન જોગવાઈ. પીએમ ગતિશીલ યોજના હેઠળ રૂપિયા 2 લાખ કરોડની જોગવાઈ. આઈટી ક્ષેત્રે 2 લાખથી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવાશે. આઈટી માટે 20 કરોડની જોગવાઈ
  • બાગાયત ખાતા માટે જોગવાઈ 259 કરોડ અપાશે. કૃષિ યુનિવર્સિટીની કામગીરી માટે 757 કરોડની જોગવાઈ. ગૌશાળા પાંજરાપોળને મદદ માટે જોગવાઈ 300 કરોડ. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોર માટે 50 કરોડની જોગવાઈ.
  • બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશ્વ બેન્કના સહયોગથી રૂ. 10 હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટની જાહેરાત
  • કિશોરીઓ, સગર્ભા, માતાઓના પોષણ માટે 4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત. આ યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, 1 લીટર ખાદ્યતેલ દર મહિને અપાશે
  • પીએમ ગતિશક્તિ યોજના હેઠળ 100 લાખ કરોડના વિવિધ પ્રોજેકટ અમલી છે. ગુજરાતમાં આંતર માળખાકીય સગવડમાં. દેશનું પહેલું બુલિયન માર્કેટ ગિફ્ટ સિટીમાં શરૂ થશે
  • પશુપાલકો, માછીમારો ને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના વ્યાજ રાહત યોજનાની જાહેરાત
  • ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત. ગૌવંશ માટે 500 કરોડની જોગવાઈ. રખડતા ઢોરોથી મુક્તિ માટે 100 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સહાય ની નવી યોજના જાહેર. આ યોજના હેઠળ 8 થી 10 હજાર કરોડનું ધિરાણ અપાશે.
  • પશુપાલકો, માછીમારો ને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના વ્યાજ રાહત યોજનાની જાહેરાત

તો ગુજરાતના બજેટ પહેલા મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ બજેટ પ્રજાલક્ષી બજેટ હશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. જે ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુ દેસાઈ ગઈકાલે જણાવી ચૂક્યા છે કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. સરકારના વર્ષ 2022-23ના બજેટને લઈ ઘણા લોકો આશા રાખીને બેઠા છે. આ ઉપરાંત ખેડૂતો માટે સરકાર કોઈ જાહેરાત કરે તેવી આશા છે. તો બીજી તરફ યુવાનો અને મહિલાઓને લઈ પણ કોઈ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે.

બેગ પર ખાસ પેઈન્ટિંગ
લાલ રંગની બજેટ બેગ સાથે નાણાંમંત્રી વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે તેમની લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેગ પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યુ હતું. સાથે જ પહેલીવાર કોઈ નાણામંત્રી આ પ્રકારની કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા પહોંચ્યા હોય તેવુ જોવા મળ્યું. બેગ સાથેની તસવીર ટ્વીટ કરતા નાણામંત્રીએ લખ્યુ હતુ કે, રાજ્યની અર્થવ્યવસ્થા સાથે રાજ્યની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ!

બજેટ પર વિપક્ષનો વાર
બજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. ગુજરાતના બજેટ પર નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ કહ્યુ કે, ભાજપના એજન્ડા પ્રમાણેનું બજેટ હશે. મતદારોને આકર્ષવા વાયદાઓની વણઝાર થશે. ખેડૂતો, વિદ્યાર્થીઓને કરેલા વાયદા પુરા નથી થયા. બજેટમાં જોગવાઈ છતાં પાણીની સમસ્યા થાય છે. રાજ્યના નાણા મંત્રી અપેક્ષાથી ભરપૂર બજેટ રજુ કરે તેવી અપેક્ષા છે. વાવાઝોડાનું વળતર હજી ચૂકવાયુ નથી. મે માસમાં પાણીની સમસ્યા સર્જાશે. બજેટની જોગાવાઇ છતાં પાણીની સમસ્યા સર્જાય છે. અધિકારીઓ રેકોર્ડ અલગ બતાવે છે અને હકીકત અલગ હોય છે. અગાઉના અનુભવ પરથી બજેટ ભાજપના એજન્ડા પ્રમાણોનું હશે. 

Gujarati banner 01