8 foreign leopards arrived in India: ભારતની ધરતી પર પહોંચ્યા 8 વિદેશી ચિત્તા, વડાપ્રધાન મોદીએ આપી જાણકારી
8 foreign leopards arrived in India: નામીબિયાથી આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વાડામાં તેમને છૂટા મૂકશે.
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ 8 foreign leopards arrived in India: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આ અવસરે પીએમ મોદી નામીબિયાથી આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વાડામાં તેમને છૂટા મૂકશે. આ સાથે જ પીએમ મોદી સ્વ સહાયતા સમૂહ સંમેલનમાં પણ ભાગ લેશે.
પ્રધાનમંત્રી મોદી આજે સવારે 9.40 વાગે એક સ્પેશિયલ વિમાનથી ગ્વાલિયર પહોંચશે. ત્યારબાદ 9.45 વાગે કૂનો નેશનલ પાર્ક માટે રવાના થશે. 10.45 વાગે ચિત્તાને વાડામાં છોડશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી લગભગ અડધા કલાક સુધી કૂનો નેશનલ પાર્કમાં રોકાશે.
નામીબિયાથી 8 ચિત્તા ભારત આવી ગયા છે. જે ખાસ વિમાન દ્વારા આ ચિત્તાને લાવવામાં આવી રહ્યા હતા તે વિમાન ભારતની ધરતી પર ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું છે. હવે તેમને અહીંથી હેલિકોપ્ટર માધ્યમથી કૂનો નેશનલ પાર્ક લઈ જવાશે.
નામીબિયામાં ભારતના રાજદૂત પ્રશાંત અગ્રવાલે કહ્યું કે આ વાસ્તવમાં ખુબ જ ખાસ પળ છે. અત્રે જણાવવાનું કે આ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામીબિયાથી પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારત લાવવામાં આવ્યા છે.

