42 lakh rupees notes rotted in PNB bank

42 lakh rupees notes rotted in PNB bank: PNBમાં 42 લાખ રૂપિયાની નોટો સડી ગઈ, 4 અધિકારીને સસ્પેન્ડ કરાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

42 lakh rupees notes rotted in PNB bank: RBI અધિકારીઓએ 25 જુલાઈથી 29 જુલાઈ, 2022 દરમિયાન શાખાની કરન્સી ચેસ્ટનું નિરીક્ષણ કર્યું હતું

કાનપુર, 17 સપ્ટેમ્બરઃ 42 lakh rupees notes rotted in PNB bank: કાનપુર ખાતે પાંડુનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં રાખેલી કરન્સી ચેસ્ટમાં 42 લાખ રૂપિયાની નોટો સડી ગઈ હતી. 3 મહિના પહેલા આ નોટોને એક બોક્સમાં ભરીને જમીન પર મુકવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણસર બોક્સમાં પાણી વહી ગયું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આરબીઆઈના અધિકારીઓ કરન્સી ચેસ્ટની તપાસ માટે આવ્યા હતા. આ મામલામાં સિનિયર મેનેજર કરન્સી ચેસ્ટ દેવી શંકર સહિત 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

RBI અધિકારીઓએ 25 જુલાઈથી 29 જુલાઈ, 2022 દરમિયાન શાખાની કરન્સી ચેસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી તેમણે 14,74,500 રૂપિયાની અછત અને મહત્તમ અને લઘુત્તમ રકમમાં 10 લાખનો તફાવત નોંધાવ્યો હતો. આ સાથે 10 રૂપિયાના 79 બંડલ અને 20 રૂપિયાના 49 બંડલને નુકસાન થયું હોવાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે 42 લાખ રૂપિયાની ચલણી નોટો પીગળી હોવાનું બહાર આવ્યું હતું. કરન્સી ચેસ્ટના ઈન્ચાર્જ પવન ચોપરાએ કહ્યું- મેં તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે. આરબીઆઈની તપાસમાં કેટલીક નોટો સડેલી મળી આવી હતી. ત્યારબાદ, આ રકમ શૂન્ય તરીકે લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ 8 foreign leopards arrived in India: ભારતની ધરતી પર પહોંચ્યા 8 વિદેશી ચિત્તા, વડાપ્રધાન મોદીએ આપી જાણકારી

સસ્પેન્ડ અધિકારીઓમાંથી બે અધિકારીઓએ આ વર્ષે જૂન અને જુલાઈમાં બેંકમાં ચાર્જ સંભાળ્યો હતો. તેમાં 6 જૂન 2022ના રોજ રિપોર્ટિંગ કરનાર મેનેજર કરન્સી ચેસ્ટ આશા રામ અને જૂન 2022માં કરન્સી ચેસ્ટ જવાહર નગર, ઉન્નાવથી ટ્રાન્સફર કરાયેલા સિનિયર મેનેજર ભાસ્કર કુમારનો સમાવેશ થાય છે.

કરન્સી ચેસ્ટમાં નોટોને બોક્સમાં ભરીને જગ્યાએ-જગ્યાએ રાખવામાં આવતી હતી. મોટી તિજોરીમાં નોટો રાખવામાં આવી ન હતી. પાંડુ નગર ચેસ્ટ કરન્સી અન્ડર ગ્રાઉન્ડ છે. અહીં દીવાલ કોંક્રીટની બનેલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી રોકડ આવતી હશે અને જૂના બોક્સને પાછળ ધકેલી દેવામાં આવ્યા હશે. વધારે સમય પસાર થવાના કારણે અને દરેક જગ્યાએ ભેજને કારણે 42 લાખની નોટો સડી ગઈ.

આ પણ વાંચોઃ Accident between car and truck: ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોનાં મોત

Gujarati banner 01