nationalherald 2018 02 187c7a1e 85e9 459a acb7 a5a4d354b17f adani fails

Gautam adani briefly second richest man: દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, વાંચો વિગત

Gautam adani briefly second richest man: Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે

બિઝનેસ ડેસ્ક, 17 સપ્ટેમ્બરઃ Gautam adani briefly second richest man: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે.

આ યાદીમાં ફ્રાંસના ઊદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 149.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે.  ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 273.5 અબજ ડોલરની સાથે પહેલા નંબરે છે. 

આ પણ વાંચોઃ Vishwakarma jayanti 2022: ભગવાન વિશ્વકર્મા છે દેવતાઓના શિલ્પી, સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ

ઘરેલુ શેરબજારમાં ગુરુવારે નબળાઈ આવી પરંતુ આમ છતાં અદાણી જૂથની કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી. અદાણી ગ્રુપની સાતેય લિસ્ટેડ કંપનીઓના શેરોમાં તેજી આવી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં સૌથી વધુ 4.97 ટકા તેજી આવી. અદાણી ટ્રાન્સમિશનમાં 3.27 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકા, અદાણી પોર્ટ્સમાં 2.21 ટકા, અદાણી પાવરમાં 3.45 ટકા અને અદાણી વિલ્મરમાં 3.03 ટકા તેજી આવી.  Forbes ની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ ગુરુવારે અદાણીની નેટવર્થમાં પાંચ અબજ ડોલરનો ઉમેરો થયો. જ્યારે આરનોલ્ટની નેટવર્થમાં 3.1 અબજ ડોલર અને બેજોસની નેટવર્થમાં 2.3 અબજ ડોલરનો ઘટાડો  થયો. 

આજે તેમનું ગ્રુપ કોઈલથી લઈને પોર્ટ્સ, મીડિયા, સીમેન્ટ, એલુમિના, અને ડેટા સેન્ટર સુધીના કારોબારમાં છે. અદાણી ગ્રુપ માર્કેટ કેપ પ્રમાણી દેશનો બીજુ સૌથી મોટું ગ્રુપ બની ગયું છે. આ ગ્રુપ દેશના સૌથી મોટા પ્રાઈવેટ સેક્ટર પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર છે. આ સાથે જ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને કોઈલ માઈનિંગમાં પણ તે પહેલા નંબરે છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70અબજ ડોલર રોકાણની પણ જાહેરાત કરી છે. 

આ પણ વાંચોઃ Cycle Yatra: સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ દ્વારા દિલ્હી સુધીની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી

Gujarati banner 01