Man killed 58 cows

CM gau pooshan yojana: વડાપ્રધાન અંબાજી ખાતે ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે

CM gau pooshan yojana: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ ના બજેટમાંજાહેર કરી

ગાંધીનગર, 29 સપ્ટેમ્બરઃ CM gau pooshan yojana: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ ના બજેટમાંજાહેર કરી છે.

વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.

આ પણ વાંચોઃ AAP demanded the removal of Naroda candidate: આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, નરોડા વિધાનસભાના ઉમેદવારને દૂર કરવા કાર્યકરોએ કરી રજુઆત

આ પણ વાંચોઃ Picture of PM made from wheat grain: ભાવનગર ખાતે PM મોદીને સૌથી મોટી સાઇઝના ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર ભેટ

Gujarati banner 01