Death of Pervez Musharraf

Death of Pervez Musharraf: પાકિસ્તાની સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈમાં લીધા અંતિમ શ્વાસ

Death of Pervez Musharraf: યુદ્ધ સમયે બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. બ્રુસ રીડિલે વોશિંગ્ટન પોસ્ટના એક લેખમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

અમદાવાદ, 05 ફેબ્રુઆરી: Death of Pervez Musharraf: પાકિસ્તાનના સરમુખત્યાર તરીકે ઓળખાતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ દુબઈમાં નિધન થયું છે. મુશર્રફ 79 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની બહાર રહેતા હતા. પાકિસ્તાની મીડિયાએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. જનરલ પરવેઝ મુશર્રફની સારવાર દુબઈના એક અમેરિકી હોસ્પિટલમાં ચાલી રહ્યું હતું. તેઓ અમાઇલૉઇડોસિસ નામની બીમારીથી પીડિત હતા. 

મુશર્રફના કારણે કારગિલ યુદ્ધ 

મુશર્રફ એ વ્યક્તિ હતા, જેના કારણે 1999માં  કારગિલ યુદ્ધમાંભારત અને પાકિસ્તાન આમને-સામને હતા. મુશર્રફ તે સમયે પાકિસ્તાની સેનાના વડા હતા અને લગભગ એક વર્ષ સુધી યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત હતા. કારગિલ એ યુદ્ધ હતું, જેણે પાકિસ્તાન પર પરમાણુ હુમલાનો ખતરો વધાર્યો હતો. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના નજીકના સાથી અને CIAના ભૂતપૂર્વ અધિકારી બ્રુસ રીડિલે દાવો કર્યો હતો કે, જો અમેરિકા હસ્તક્ષેપ કરીને પાકિસ્તાનને સમજાવ્યું ન હોત તો ભારતે પરમાણુ હુમલો કર્યો હોત.

મુશર્રફ કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ હતા. માર્ચ, 1999થી મે, 1999 સુધી તેણે આતંકવાદીઓને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીએ કારગીલની ઘણી ચોકીઓ કબજે કરી લીધી હતી. બંને દેશોની સેના અઢી મહિના સુધી લડી હતી. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ બળજબરીથી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. ઊંચાઈએ લડાઈ રહેલું યુદ્ધ દરરોજ નવા પડકારો લઈને આવતું હતું. આ યુદ્ધે અમેરિકાનું ભારત પ્રત્યેનું વલણ બદલી નાખ્યું અને પાકિસ્તાનને સખત ટક્કર આપી. અમેરિકા પણ 5 જુલાઈ, 1999નો દિવસ ક્યારેય ભૂલતું નથી.

પાકિસ્તાનથી નારાજ હતું ભારત

યુદ્ધ સમયે બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. બ્રુસ રીડિલે વોશિંગ્ટન પોસ્ટના એક લેખમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. રીડિલે લખ્યું કે, ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ખૂબ જ ગુસ્સે હતા. વાજપેયી સતત માગ કરી રહ્યા હતા કે પાકિસ્તાને પોતાની સેના પાછી ખેંચવી પડશે. વાજપેયીના આગ્રહની સામે તત્કાલીન પીએમ નવાઝે હાર સ્વીકારી હતી. રીડિલના જણાવ્યા અનુસાર, ભારત પાકિસ્તાન પર પરમાણુ હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું.

આ પણ વાંચો:Amit jethva Murder case: અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય સાક્ષી પર હુમલો, પૂર્વ સાંસદ સામે આક્ષેપ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો