Amit jethva Murder case

Amit jethva Murder case: અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય સાક્ષી પર હુમલો, પૂર્વ સાંસદ સામે આક્ષેપ

Amit jethva Murder case: આજે ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો થતાં તેમને તાત્કાલિક ઉનાની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

અમદાવાદ, 04 ફેબ્રુઆરી: Amit jethva Murder case: વર્ષ 2010 માં ખાંભાના આરટીઆઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈકોર્ટ સામે ગોળી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી હતા. ધર્મેન્દ્રગીરી ગોસ્વામી આ કેસમાં જુબાની આપવા માટે સીબીઆઇ કોર્ટમાં જાય તે પહેલા તેમના દીકરાનું દીનું બોઘાના માણસોએ અપહરણ કરેલ હોવાના બનાવની વિગત સીબીઆઇ કોર્ટ સમક્ષ જણાવવામાં આવી હતી. જેને લઇ કોર્ટ દ્વારા દીનું બોઘા સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ બનાવને લઈ ઉના પોલીસે દીનું બોઘા સામે ગુનો દાખલ કરેલ હતો પરંતુ આજ સુધી તેની ધરપકડ કરવામાં આવતી ન હોવાથી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને આ અંગે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેની આજે મુદત હતી આ દરમિયાન આજે ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો થતાં તેમને તાત્કાલિક ઉનાની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં વધુ સારવારની જરૂર જણાતાં તેઓને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ કોડીનારના આઈટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ જુનાગઢમાં ધર્મેન્દ્રગીરી ગોસ્વામીની સારવારને લઈ જણાવ્યું હતું કે પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને શીવા સોલંકીના માણસો દ્વારા ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો કરવામાં આવ્યો છે અને જૂનાગઢના તબીબો પર દીનુ સોલંકી દબાણ કરી હુમલાનો ભોગ બનેલ ધર્મેન્દ્રગીરીને હોસ્પિટલમાં સારવાર ન મળે તે માટે રીફર કરવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને વધુ સારવાર માટે જુનાગઢથી રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: New mango in market: જુનાગઢ યાર્ડમાં ખટમીઠી તુરી ખાખડીના શ્રીગણેશ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો