Hillary clinton visit gujarat

Hillary clinton visit gujarat: ગુજરાતના મહેમાન બન્યા અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન

Hillary clinton visit gujarat: લોકમાન્ય તિલક ગાર્ડન ખાતે સ્વ. ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી

ગાંધીનગર, 06 ફેબ્રુઆરી: Hillary clinton visit gujarat: અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન રવિવારે ગુજરાતના મહેમાન બન્યા હતા. હિલેરી ક્લિન્ટન અમદાવાદ ખાતે SEWA સ્મારકની મુલાકાત લીધી. લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન્સ) ની મુલાકાત પણ લીધી. ઇલાબેન દ્વારા રોપવામાં આવેલા વડના વૃક્ષની મુલાકાત લીધી.

સેવાની સ્થાપનાની ૫૦મી વર્ષગાંઠ ઉજવણી કરવા અને આગામી ૫૦ વર્ષનું આયોજન કરવા માટે ૧૨ એપ્રિલ ૨૦૨૨ રોજ વડના વૃક્ષ રોપણ કરાયું હતું. ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન અને એએમસી દ્વારા ગાર્ડન તૈયાર કરાયું છે. મેયર કિરીટ પરમાર પણ સ્વાગત કરવા પહોંચ્યા હતા.

પૂર્વ યુએસ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટને અમદાવાદની મુલાકાત દરમ્યાન લોકમાન્ય તિલક ગાર્ડન ખાતે સ્વ. ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી. વિક્ટોરિયા ગાર્ડન ખાતે UNM ફાઉન્ડેશન અને AMC દ્વારા ઈલાબેનના સન્માનમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ગાર્ડનથી જ ઈલાબેને સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન SEWA ની રચના કરી હતી.

આ પણ વાંચો: Death of Pervez Musharraf: પાકિસ્તાની સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈમાં લીધા અંતિમ શ્વાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો