Darpan

Darpan: એક અછાંદસ – અસ્તિત્વની ખોજ: વૈભવી જોશી ‘ઝીલ’

google news png
Banner Vaibhavi Joshi

Darpan: અમાસ પછીનો હળવે હળવે ઉઘડતો ચંદ્રમાં જોતાં જોતાં, એના આછાં અજવાસમાં ચારેય કોર નિરવ શાંતિ હોય જ્યાં તમરાંનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય એવામાં કઈંક નાનું અમથું પણ ઊંડે ઊંડેથી અથડાઈને રાત્રિનાં અંધકારમાં ભળી જાય.!!


Darpan: એક અછાંદસ – અસ્તિત્વની ખોજ
દીકરી, બહેન, પત્ની, માતા, સાસુ, નણંદ
અહાહા ! કેટકેટલી ઓળખાણો;
ને ખબર નહિ તોય જાણે શું શોધવા નીકળી છે ??
દર્પણની પેલે પાર મથી રહી હતી,
એ પોતાની તલાશમાં,
પણ આ શું ? એણે તો ભાળ્યો,
અસંખ્ય કાચનાં ટુકડાઓમાં વિખરાયેલો અરીસો,
કંઈકેટલાંય ટુકડાઓમાં નિહાળી રહી છે,
એ પોતાનું પ્રતિબિંબ.
આછી-આછી કરચલીઓ,
ને રાતોની રાતોનાં ઉજાગરાઓએ ભેટ આપેલાં,
આંખ નીચેનાં કાળા કુંડાળા,
ચાલીસી વટાવેલી ફરફરતી વાળની લટો વચ્ચે,
ક્યાંક ડોકાચિયું કાઢવા મથતી એ સફેદી,
થોડીક થાકેલી, થોડીક હારેલી,
ને તોય સ્વમાનભેર જીવવા ઝઝૂમતી,
એ આશાભરી આંખોને,
તૂટેલાં આ હજારો કાચનાં ટુકડાઓમાં,
હજીય દેખાય છે એનું મૂલ્ય,
એક-એક તૂટેલાં કાચનાં ટુકડાઓમાં,
ઝીલાતું એનું પ્રતિબિંબ,
એને પ્રતીતિ કરાવી રહ્યું છે કે;
અત્યાર સુધીની સફરમાં,
એણે એનું અસ્તિત્વ ખરેખર ટકાવ્યું છે ખરાં ?
હા ! આજે મનોમન સંકલ્પ કરી રહી છે,
કે દર્પણની પેલે પાર જઈ,
એક સ્ત્રીનાં અસ્તિત્વ પર પડેલાં ઉઝરડાંને,
હવે એ આમ દર્પણમાં વિખરાવા નહિ દે.
એના અસ્તિત્વનાં ટુકડાઓ સમેટી લેવા જેટલી સક્ષમતા,
એટલો આત્મવિશ્વાસ, એ આત્મસન્માન,
દર્પણની પેલે પારથી સાથે લઈને
‘ઝીલ’ આજે પાછી ફરી છે !!

************

    Buyer ads
    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *