Dharm naat jaat: ધર્મ, નાત-જાતના વાડા કોણે પાડ્યા?, હું તો માણસાઈ ધર્મમાં …..

ભાષા સમજમાં નથી આવતી મને,
પણ ભાવને , હું જીવી જાઉં છું.

છું હું , મારી માટીથી ઘડાયેલો,
પણ , તારી માટીમાં ભળી જાઉં છું.

માણસ છું હું , મોજીલા મનનો,
ભાવપૂર્ણ ,ભરોસો છોડી જાઉં છું.

હોય દેશ તારો કે મારો શું ફર્ક છે?
યુગે યુગે ,અવતાર બદલતો જાઉં છું.

ધર્મ , નાત-જાતના વાડા કોણે પાડ્યા?,
હું તો માણસાઈ ધર્મમાં , જીવી જાઉં છું

આ પણ વાંચો:Akrosh: આક્રોશ સ્વાસ્થ્ય અને સંબંધ માટે કેટલો યોગ્ય?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *