Kudarat ane kalyug: કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે…

“કુદરત અને કળયુગ”(Kudarat ane kalyug)

Kudarat ane kalyug: કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે,
અગનમાં ગગનથી વર્ષા છૂટી લાગે છે.

હોમી દીધું શરીર આખું ખેતરમાં તોપણ,
આજે આ કિસ્મત ખેડૂતથી રૂઠી લાગે છે.

જગતનાં તાત પર દાંત કાઢે છે આજે તું,
તારી પણ પ્રામાણિકતાં ખૂટી લાગે છે.

પ્રહલાદ તો જીવતો રહ્યો હશે જ પણ,
હોલિકાં સંસારમાં આજે ઘૂસી લાગે છે.

ઉંબરે પહેરેદાર રાખવા પડશે હવે તો,
આસુરી શક્તિ અવકાશથી તૂટી લાગે છે.

આ પણ વાંચો:- Thoughts: ઉપવનમાં બેઠાં ખુદા આજે, વિચારોમાં ખૂબ ચડ્યાં!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *